ll વર્ણપ્રમાણે ચમત્કારિક પદરિયો યંત્ર મંત્ર પ્રયોગ ll ભાગ:-2 ll

ભાગ-2
llવર્ણપ્રમાણે ચમત્કારિક પંદરિયો યંત્ર મંત્ર પ્રયોગ ll
ક્રમશઃ આગળથી...
         
            મંત્ર-તંત્રશાસ્ત્રમા યંત્રોનું ઘણુંજ ચમત્કારિક મહત્વ બતાવવામાં આવ્યું છે.તેમાં મુખત્વે પંદરિયો,વિશો, બત્રીશો,વિગેરે ઘણા બધા યંત્ર આવી જાય. તેમાં વિવિધ પ્રકારના કાર્યો થાય છે.જેમકે:- લક્ષ્મી પ્રાપ્તિ,દુઃખ દર્દ, વશીકરણ,ભૂતપ્રેત,પ્રતિષ્ઠા, માન, સન્માન,પ્રશ્ન ફળ,સર્વ વિજય,વિદ્વેષણ, વિદ્યાપ્રાપ્તિ,પિતૃદોષ, વિગેરે  યંત્ર નું વિધિ વિધાન યથાવિધિ થાય તોજ કામો ચોક્કસ સમયમાં ફળીભૂત થાય છે .
             આ સાથે વિવિધ 4 વર્ણ ના યંત્રો અને મંત્રો આપવામાં આવ્યા છે. મંત્ર જાપ કરવા માટે સોનુ,ચાંદી, પારા, રુદ્રાક્ષ, સ્ફટિક,કે તાંબા ની માળા હોવી જોઈએ.આ યંત્રો, ભોજપત્ર,તાંબુ, સોનુ,તાંબુ, કે સેવનના પાટિયા,માં તેમજ કોરા કાગળમાં લખી શકાય.તેને ભોજપત્ર માં લખી માદળીયા માં પહેરી શકાય, તેને પંચામૃત કે ગંગાજળ માં નવડાવી-સ્નાન કરાવી પછી શુદ્ધ વસ્ત્ર થી કોરો કરી સેવનના બાજટ ઉપર રેશમી વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી ફળ ફુલથી સજાવવો ઘરના પૂર્વ દિશામાં એકાંત ઓરડામાં મૂકી દીવો અગરબત્તી,કરી યંત્રને સ્થાપિત કરી મંત્ર જાપ કરવા, મંત્ર જાપ કરતા-સેવા પૂજામાં બેસતા પહેલા શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું,ઉનનું,મૃગચર્મ,કે બજારમાં વસ્ત્રનું નવું તૈયાર આસન પણ ચાલે, આ યંત્ર લખતા હોઈએ ત્યારે નવાર્ણ મંત્રના જાપ ચાલુ રાખવા મંત્ર :-ll ૐ હ્રીં કલીં ચામુંડાયે વિચ્યે ll
            માં ચામુંડાનો નવાર્ણ મંત્રનો યંત્ર નંબર 5 કે જેનું અનુષ્ઠાન 41 દિવસનું છે 41 દિવસ સુધી સંયમ- નિયમ પાળવા દારૂ માંસ કે શરાબનું કોઈજ સેવન કરવું નહીં અને જો કરતા હોયતો બીલકુલ બન્ધ કરી દેવું. સવાલાખ મંત્રના જાપ કરવા,આ યંત્ર 1થી 9 ના અંકો હોય છે,પંદરિયો યંત્ર 1થી9 અંકો જોવા મળે છે,પણ મા ચામુંડા નવાર્ણ મંત્રમાં 9  નોજ આંક જોવા મળે છે.તેથીજ નવાર્ણમંત્રનો યંત્ર અતિ શ્રેષ્ઠ ગણાય છે.
            આ નવાર્ણ વિધિ આ પ્રમાણે કરવી, શુભ યોગો માં મકાનના એકાંત રૂમમાં પૂજા સ્થળે પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી બાજટ સામે બેસવું,બાજટ ઉપર કાંસાની કે તાંબાની થાળી માં શષ્ટકોણ આકૃતિ જે શ્યાહી બનાવેલ છે તે શાહી થી બનાવવી,પાટલા ઉપર ચામુંડા માતાજીની છબીકે મૂર્તિ મુકવી.માતાજી હાજરા હજુર છે તેવો શ્રદ્ધા થી ભાવ રાખી.માતાજીને ધૂપ દીપ ધરવા કંકુ પુષ્પ થી પંચોપચારથી પૂજન કરવું, તેમજ જણાવ્યા અનુસાર મંત્ર જાપ કરવા,જેથી મંત્ર અંને યંત્ર સિદ્ધ થઈ જશે અને મનની ધારણા મુજબના કામો પૂર્ણ થશે.
           વર્ણ પ્રમાણેના 4 યંત્ર પણ ઘણાજ ચમત્કારિક છે તેમને પોતાની કુળદેવી ના મંત્ર દ્વારા અનુષ્ઠાન કરી યંત્ર શક્તિ વડે પોતાની મનોકામના ઓ પૂર્ણ કરી શકે છે. અને રિદ્ધિ સિદ્ધિ ના માલિક બની શકે છે.
          આ  યંત્ર મંત્ર ની વિધિ વિધાન કરતાં પહેલાં તંત્ર વિધાના જાણકાર, ની સલાહ લેવી. જેથી તમામ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થશે.વ્યસની, ચારિત્ર્યહીન,માંસાહાર,શઠ, નુગરા.વ્યક્તિ ઓએ આ યંત્ર મંત્ર નું વિધિ વિધાન કરવું નહીં.


                          ll અસ્તુ ll

સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઈ આર માછી .જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર વિજ્ઞાન,ગુઢવિધા,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.