ll આદ્યશક્તિ મહાકાલી સાધના ll

    ll આદ્યશક્તિ મહાકાલી સાધના ll 
                દશ મહાવિદ્યાઓમાં આદ્યશક્તિ મહાકાલીનું મહત્વ ઘણું શ્રેષ્ઠ છે. કલિયુગમાં તુરંત ફળ આપનાર કૃપા વરસાવનાર મહાદેવી છે.તે સંતો, યોગીઓ,જ્ઞાનીઓ,શૂરવીરોની કુળદેવી છે.તે આશીર્વાદ દેવાની શક્તિ અદભુત ચમત્કારિક છે.તેમનું પૂજન અર્ચન,વિધિ વિધાન અન્ય દેવીઓ કરતા બેનમૂન-ચમત્કારિક છે.માત્ર ને માત્ર તેમના હસતા ચહેરાનું ધ્યાન ધરતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ થાયછે.વેપારમાં વૃદ્ધિ થાયછે,ગૃહ જીવનમાં સુખ ની પ્રાપ્તિ થાય છે તેમનું વિધિ - વિધાન,પૂજન અર્ચન કેવી રીતે કરવું તે નીચે મુજબ છે.

સામગ્રી :- ગાયના ઘીનો દિવો,500gm બાસમતીના તૂટ્યા વગરના ચોખા,કાળા ફૂલ,કાળી ચણોઠી,દશાગ ધૂપ,અગરબત્તી,સોપારી,વિગેરે.
સમય:- રવિવાર કે મંગળવાર રાત્રે 9/15થી4/15.
આસન:-કાળું સુતરાઉ કાપડ.
દિશા;-દક્ષિણ.
જપ સંખ્યા:-રવિવાર કે મંગળવાર રાત્રે 9/15થી4/15 સુધી
અવધિ:-ઉપર મુજબ
માળા:-કાળા સ્ફટિકની.

મંત્ર:-
(૧)  ll ૐ કલીં હ્રીં શ્રીમ ૐ હ્રીં કલીં શ્રીમ મહાકાલિકાયે સર્વે કામ સિદ્ધમ્ કુરૂ કુરૂ સ્વાહા ll
(૨) ll ૐ કાલ્યે કાલી હ્રીંમ ફટ સ્વાહા ll
(૩)ll ૐ કાલિકાદેવી મે માતર દર્શનમ દે દયાનિધે શત્રુમ વશ કરું લક્ષ્મી દેવી મે તું દયા કરી ll
(૪)ll ૐ ક્રિ કંકાલી મહાકાલી કામાખ્યા દ્વવિણમ દેહી સ્વાહા ll (ગમે તે એક મંત્રનો જાપ કરવો )
વિધિ વિધાન:-
          વિધિવિધાનમાં પ્રથમ મહાકાલીની મૂર્તિ અથવા છબી બજોટ ઉપર રાખવી,કાળા ઉપકરણો જેવાકે:-વસ્ત્ર,ફળ,પુષ્પ,કાલી ચણોઠી, કાળા મગ,જાંબુ વિગેરે.દક્ષિણમુખે બેસી  આંબાના બાજટ ને કાળું વસ્ત્ર પાથરી ફળ ફૂલ ચોખા નું અષ્ટદલ બનાવી બજોટને સજાવવો.પ્રથમ ૐ ગમ્ ગણપતયે નમઃ નો 5 વાર મંત્ર બોલી વિધિવત પૂજન કરી ભગવતી મહાકાલીના મંત્ર જાપ કરવા, રાત્રીના 9/15થી 4/15 સુધી જાપ કરવા,પછી દરરોજ 11 માળા કરવી,મંત્ર જાપ ની શરૂઆત રવિવાર કે મંગળવારે જ કરવી.વિધિ વિધાન- પૂજન અર્ચન પૂર્ણ થયે સૌ પ્રથમ તો લાપસી નું નેવૈદ્ય ધરવું,પછી સોપારી તથા સાકરનો પ્રસાદ ધરવો,તે પછી ભગવતી મહાકાલી માતાજી ના ફોટા પર ધ્યાન ધરવું,લાપસીની થાળી ને પાણી વડે કુંડાળું કરવું,પછી આરતી ઉતારવી,વિધિ પૂજન પૂર્ણ થયે તમામ સામગ્રી નદી,સરોવર,સમુદ્ર માં વિસર્જિત કરવી,અને ત્યાર પછી દર અઠવાડિયે શ્રીફળ ઘર મંદિર માં જે માતાની મૂર્તિ કે ફોટા સામે વધેરવું અને આરતી ઉતારવી. જે મહાકાલી અપાર કૃપા પ્રાપ્ત થશે.અને મનોકામના પૂર્ણ થશે.

                      ll મંગલ ભવતું ll

સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.