ll ચમત્કારીક વ્રત પૂજન સીતા નવમી ll

  ll પરણિત સ્ત્રીઓના પતિના દીર્ઘાયુ અને મનોકામના માટે ચમત્કારીત વ્રત પૂજન સીતા નવમી ll
                શાસ્ત્રો અનુસાર વૈશાખ સુદ -૯ના દિવસે માતા સીતાનું પ્રાગટય થયું હતું આમ સીતાનવમીને સીતાજીના જન્મદિવસ તરીકે સમગ્ર ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવે છે.આ નવમી રામનવમીના બરાબર એક મહિના પછી આવે છે.
                   સીતાનવમીના અવસરે વ્રત રાખવામાં આવે છે આ વ્રત ચમત્કારિક છે.ભગવાન રામચંદ્ર સહિત સીતાજી નું ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવે છે.પૂજન વિધિ નીચે પ્રમાણે છે,આ વ્રત વૈશાખ -સુદ ૯ સિવાય અન્ય કોઈ મહિનાની સુદ-૯ના દિવસે વ્રત વિધિ વિધાન કરી શકાય.
સામગ્રી:-
*****
ઘીનો દિવો,અગરબત્તી,અબીલ,ગુલાલ,કંકુ,અત્તર,સિંદૂર,કળશ ગંગાજળથી ભરેલો,ફળ,ફૂલ,આસન,સીતા-રામનો ફોટોકે મૂર્તિ."સીતા-રામ ગુટિકા" વિગેરે.
સમય;-સવારે 9 વાગ્યે થી.
*****
આસન:-લાલ વસ્ત્ર,પીળું વસ્ત્ર,આસન માટે.
*****
દિશા:-પૂર્વ.
****
જપ સંખ્યા:- 11 માળા દરેક મંત્રના.
********
માળા:-તુલસી,રુદ્રાક્ષ કે સ્ફટિકની.
****
અવધિ:-2 દિવસ વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી.
*****
મંત્ર:-
***
(૧)ગણપતી મંત્ર:-ll ૐ ગમ્ ગણપતયે નમઃ (5 વાર બોલવો)
(૨)જાપ મંત્ર:-llૐ શ્રી રામાય નમઃ ll (11માળા સ્ફટિકની 108 મણકા વાળી)
(૩)જાપ મંત્ર:-ll ૐ શ્રી સીતાયે નમઃ ll(11 માળા તુલસીની108 મણકા વાળી)
(૪)મંત્ર:- llૐ શ્રી જાનકી રામાભ્યમ્ નમઃ ll(108 મણકા વાળી રુદ્રાક્ષ કે સ્ફટિકની)

વિધિ વિધાન:-
*********
            સીતા નવમીના વ્રત વિધિ વિધાન કરવા માટે આગલા દિવસ એટલે આઠમની તિથિએ સ્નાનાદીકથી પરવારી સ્વચ્છ થઈ ઘર /મકાન કે આસપાસ એક સુંદર મંડપ સજાવવો.આ મંડપ સોળ, આઠ કે ચાર થાંભળાનો હોવો જોઈએ, મંડપની વચ્ચે સુંદર આસન મૂકી ભગવતી સીતા અને ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના કરો.પૂજન માટે સુવર્ણ,માટી,કાષ્ટ, ની બનાવેલી પ્રતિમા-મૂર્તિની સ્થાપના કરી શકાય,મૂર્તિ ન હોયતો તસ્વીર-ફોટાની પણ સ્થાપના કરી શકાય. ત્યાર બાદ આસન ને ફૂલો,અબીલ,ગુલાલ,કંકુ,ઍત્તર ,500 gm બાસમતી ચોખા,પીળું,લાલ વસ્ત્ર,આભૂષણ,દશાગ અગરબત્તી,ધુપ- દીપ,સિંદૂર,પંચામૃત,વિગેરેથી શ્રી રામ,શ્રી સીતા,નું પચોપચાર પૂજન કરવું.પ્રથમ શ્રી ગમ્ ગણપત યે નમઃ ના 5 મંત્ર બોલી મંત્ર જાપ શરૂ કરવા,ૐ શ્રી રામાય નમઃ ની 11 માળા અને ૐ શ્રી સીતાયે નમઃ ની 11 માળાના મંત્રના જાપ કરવા" રામ સીતા ગુટિકા"આસન માં મુકવી ત્યાર બાદ ૐ શ્રી જાનકી રામાભ્યામ નમઃ મંત્ર દ્વારા અર્ધ્ય,આચમન,પંચામૃત સ્નાન,અત્તર,અને નેવેધ વિગેરેથી શ્રી રામ ,જનકીનું પૂજન કરવું તેમજ આરતી ઉતારવી.પ્રસાદમાં કેશર પેડા,કેળા, શિરો અને કુદરતી ફ્ળો,સૂકો મેવાનો ઉપયોગ કરવો.પોતાની સગવડ હોય તેમ કરવું,નવમીની રાત્રીએ જાગરણ તેમજ ભજન કીર્તન કરવું,10મીના દિવસે ફરીથી વિધિ પૂર્વક પૂજન કરી સીતા-રામની પૂજા અર્ચના કરી પછી થયેલ વિધિ માં કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરશો તેમ માફી માંગી પછી મંડપનું વિસર્જન કરવું,વધેલા ફૂલ ચોખા સામગ્રી નદી,તળાવ,કે સરોવરમાં વિસર્જન કરવું
            આમ શ્રદ્ધા અને ભક્તિ થી પૂજન કરવાથી ભગવતી સીતા અને શ્રી રામની ચમત્કારિક કૃપા મળે છે,અને આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી  પોતાના પતિદીર્ઘાયુ અને અખંડ સૌભાગ્યવતી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
           કોઈ પણકામ માટે બહાર જવાનું થાય તો" રામ સીતા ગુટકો" પોતાની પાસે રાખવો. મનોકામના પૂર્ણ થશે.
                    -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.


 
                            ll મંગલ ભવતું ll
 સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.મો:-94260 25175.નોંધ:-"રામ-સીતા ગુટકો" મેળવવા સપર્ક કરવો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
           

Comments

  1. માર્ગદર્શન માટે સપર્ક કરવો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.