ll બલાતિબલા મહાવિદ્યા-મહાશક્તિ મંત્ર ll

    ll બલાતિબલા મહાવિદ્યા-મહાશક્તિ મંત્ર ll
 બલાતિબલા મહામંત્ર અલોકીક અને ચમત્કારિક શક્તિ સંપન્ન મંત્ર છે.તેથી તેના ધ્યેયત્વ નું લક્ષણ પણ અલોંકીક છે,જ્યાં સુધી સાધકો ધ્યેય-રુચિ થી મંત્ર જાપ કરે અને અર્થ અને રહસ્ય સમજી જાય તો અનેક પ્રકારના વિઘ્નો દૂર થાય અને ચમત્કારીક દિવ્યશક્તિ શરીરમાં સ્થાપન થઈ મંત્રજાપનું શીઘ્ર ફળ મેળવવામાં સમર્થ થઈ શકે છે.
         વૈદિક પદ્ધતિ અનુસાર ગાયત્રી છન્દ્ર વડે  "બલાતિબલા મહામંત્ર "જાપ કરવાથી સાધકની શક્તિ અને અધિકાર અનુરૂપ કાળાંતરે સાધક ઉપર "મંત્રાધિસ્ઠાત ચેંતન્ય શક્તિ" વડે  ગાયત્રી દેવતા અધિકાર જમાવી શરીરમાં ચમત્કારિક શક્તિ પ્રદાન કરે છે,પદ્ધતિસર જાપ કરવાથી વારંવાર ઉચ્ચારણ કરતા રહેવાથી મંત્રમાં રહેલ ચમત્કારિક શક્તિ આંદોલીત થાય છે. પગથી શીર પર્યન્ત અજસ્ત્રનાડી જાલ ને સંશોધીત કરી ને સમગ્ર શરીરમાં As Peronginte Cold ત્રીધાતુને નિર્દોષ અને સમ બનાવે છે.
 મહાબલાતિબલા મહાવિદ્યામંત્ર :-
**********************
મંત્ર:-
***
ll ૐ હ્રીં મહાદેવી હ્રીં મહાબલે કલી ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ પદે તત્સવિતુવર્દાત્વમીકે હ્રીં વરેણયમ ભર્ગોદેવશ્ય વરદાત્મિકે અતિબલે સર્વે દયાભૂર્વેબલે,સર્વેક્ષઉદ,ભ્રમોવનાશિન્ત ધીમહી ધીયોયોનાજાતે, પ્રચુર્ય: યા પ્રંચોદયાદાત્વમિકે પ્રણવ શિરસ્કાસ્મીકે, હુંમ ફટ સ્વાહા ll
               સામવેદ અંતર્ગત સાવિત્રી ઉપનિષદનો 102 અક્ષરવાળો આ એક મહામંત્ર છે. મહાત્મા સદાશિવજીએ બલાતિબલા મંત્ર નો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે,પ્રાયઃ પ્રત્યેક મંત્રમાં તત તત  દેવતાને એક વચનથી સંબોધન કરવામાં આવે છે. દ્વિવચની અને બહુવચની કવચિત હોય છે."બલાતિબલા મંત્રની ઇષ્ટ શક્તિ" સમગ્ર ચિત્ત શક્તિ સંપન્ન પ્રાણીમાત્ર હોવાથી તે ચિતિમાન પ્રાણી વર્ગને" બલા"અને" અતિબલા"(મહાબલા,અતિબલામાં અંતરર્ભુત છે)રૂપે બે ભાગમાં  વિભાજીત કરીને "દ્વિ વચનથી સંબોધન કર્યું છે.જિજ્ઞાસુ સાધકોએ માયાબીજ" હ્રીં "અને આ મહાશક્તિ મંત્રના સંપૂર્ણ અર્થ અને પ્રત્યક્ષ સાધકોની પરિચર્યા જાણવા સમજવા માટે પુસ્તિકાજોઈ જવા વાંચી જવા ભલામણ છે.(શ્રી સદાશિવ આશ્રમ મોટેરા રોડ સાબરમતી અમદાવાદ -380005)પર સપર્ક કરવો.આશ્રમમાં આ મહાવિધાનું અનુષ્ઠાન સાધકો દ્વારા ચાલે છે.તેમની પાસેથી વિધિ વિધાનની વિગતો જાણી શકાશે.
             આ મંત્રના દરરોજ સવારે 1 માળા મંત્ર કરવાથી અટકેલા કર્યો થાય છે.જેની અનુભૂતિ અમોને થયેલ છે.જાણકાર સાધક પાસે સંપૂર્ણ વિધિ વિધાન પ્રાપ્ત થાય તો બેડો પાર થઈ જાય. શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર થાય અને તે મહાશક્તિ દ્વારા ત્રિકાળજ્ઞાન પણ થાય તેવું પણ જાણવા મળેલ છે.આ મંત્રનો વાલ્મિકી રામાયણના બાલકાંડ માં નિર્દેશ કરેલ છે, અતિ ગુઢ છે,વિશ્વામિત્ર ઋષિ શ્રી રામને હાથમાં પાણી ગ્રહણ કરી આ "બલાતિબલા મંત્રની દિક્ષા ગ્રહણ કરવા કહે છે."મંત્રગ્રામ ગ્રહણ ત્વં મહાતિબલા"તથા ન શ્રમો, ન જવરો વાતેન રૂપસ્ય વિચર્યય...વિગેરે વધુ જિજ્ઞાસા-ઇન્તેજારી હોય તેવા સાધકોએ આશ્રમ સાથે પત્ર વ્યવહાર કે રુબરુ મુલાકાત કરી શકે. તોજ શક્ય બને.
               -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય. ગોધરા.


                                llઅસ્તુ ll

-લેખન અને સંકલન:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.mo.94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.