ll ચમત્કારિક જડીબુટ્ટીના તંત્ર પ્રયોગો ll

llચમત્કારિક જડીબુટ્ટીના તંત્ર પ્રયોગો ...ક્રમશ ચાલુ..ll
(૨૬)કાળા મરી અને ગોરોચન ખલમાંવાટી ને તે લેપ મુખ પર લગાવવાથી સ્ત્રીના મુખ પરના ખીલ દૂર થઈ જાય છે./શીમળાના વૃક્ષના કાંટા આઠ દિવસ ખરલથી દૂધમાં વાટી તેનો લેપ મુખપર  સ્ત્રી કે પુરુષ કરેતો મુખની ક્રાંતિ (મુખ ચળકે છે) વધે છે./લોધર,મનસીલ, બન્ને હળદર,સરસવ,સરખા ભાગે લઈ પાણી સાથે ખરલમાં વાટી તે લેપ કરવાથી મુખની કાળાશ-શામ્યતા દૂર થઈ જાય છે.
(૨૭)તમાકુનો ગુલ લાવી પાણીમાં ડૂબા-ડૂબ આખી રાત રાખવા સવારે તેને લોખન્ડની કડાઈમાં નાખી ચુલે ચડાવવું અંદર પ્રમાણ સર મીઠું નાંખી બરાબર રાખ તૈયાર થઈ જાય ત્યારે તે ભૂકો-પાવડર રોજ એક કે બે ગ્રામ દર્દીને આપવાથી દમનું દર્દ મટે છે.
(૨૮)લોધર,ધાણા અને તજ સરખા ભાગે લઇ તેને ખલમાં વાટવા તે લેપ મસા પર લગાવવાથી મસા મટી જાય છે.
(૨૯)જે યુવતીના પેટમાં બાળક મરી ગયું હોય અને બહાર નીકળતું ન હોય તો તે યુવતીને 100 ગ્રામ ગાયનું છાણ પાણી સાથે પાવાથી બાળક નીકળી જશે.
(૩૦)ઉંટના મૂત્રમાં રૂ ભીંજવીને ચાંદા વાળી જગ્યાએ મુકવાથી જે જન્તુ-કીડા પડ્યા હોય તે મરી જઇ બહાર નીકળી જશે.
(૩૧)સિંધવ,સરસવ,અને વજ ને સરખા ભાગે લઈ ખરલમાં વાટી તે લેપ મુખપર લગાવવાથી ખીલ સદનત્તર મટી જશે.
(૩૨) પાંચ ગ્રામ રાઇ લઈ તેને શેકી પાણીમાં ખલવડે વાટીને લેપ કરવાથી હેડકી બંધ થઇ જશે.
(૩૩)પીળી કોડીની ભસ્મ માં મરી અને રાખ મેળવી ગાયના ઘી માં વાટી લેપ કરવાથી નાસુર મટી જશે.
(૩૪) ચુનનું પાણી અને કેરોસીન અથવા કોપરેલ એકત્ર કરી આગથી દાજ્યું હોય ત્યાં લગાવવાથી તુર્તજ ઠન્ડક થશે.
(૩૫)હડકાયુ કુતરૂ કરડયું હોય તેના ઉપર કુવારપાઠા ના પત્તાનો ટુકડો સિંધવલુણ માં ગરમ કરી ને ત્રણ દિવસ બાંધવાથી કુતરાનું ઝેર ઉતરી જાય છે.
(૩૬)મધ અને હરડેનું ચૂર્ણ તાંબાના વાસણમાં થોડીવાર કડાઈમાં તપાવવું તેની ચણા જેવડી ગોળી બનાવી દાંતમાં રાખવાથી દાંતના જન્તુ નાશ પામશે અને દુખાવો બંધ થઈ જશે.
(૩૭)જે યુવતી સવારમાં કેસર,કષ્ટ,અને જટામાંસી એ ત્રણેનું
ચૂર્ણ મધમાં ચાટે છે તે યુવતીનું મુખ 15 દિવસ સુધી સુંઘદિત રહેછે.
(૩૮)જામફળ,સોપારી,અને તલ, ખાવાથી અને નવીન માટલા
નું પાણી પીવાથી મુખની દુર્ગન્ધ દૂર થાય છે.
(૩૯)જાબુંની ગોટલી,કેરીની ગોટલી, કાકડસીંગ અને સાથે મધ મેળવી રાત્રી ના સમયે પુરુષ મુખમાં રાખે તો દુર્ગન્ધ દૂર થઈ મુખ સુગંધીદાર બને છે,અને કામેચ્છા અતિ તીવ્ર બને છે.
(૪૦)લોધર,મધ,અને દાડમની છાલ ને સરખા ભાગે લઈ તેને ખલમાં ઘૂંટી શરીરે ચોળવાથી સ્ત્રીના શરીરનો મેલ દૂર થઈ દુર્ગન્ધ નાશ પામે છે.
(૪૧)તડબુચ ના ફળના મૂળને વાટીને પીવાથી ઝાડો સાફ આવે છે.
(૪૨)ગાયનું સુંકુછાણ દાંતઉપર ઘસવામાં આવેતો દાંતનું દર્દ-દુખાવો મટી જાય છે. તેમજ સૂકું છાણ ગાયનું સુંઘવાથી નાકમાંથી વહેતુ લોહી બંધ થઈ જાય છે.
(૪૩)કાળા તલ,ગોરોચન,શતાવરી અને કાકમુખા નો પાવડર બનાવી જરૂર પૂરતું પાણી ઉમેરી તેનો લેપ કરવાથી વાળ કાળા થાય છે.
(૪૪)જાંબુની છાલ, ધાવડીના ફૂલ, ત્રિફળા,લોહસાર,મૂલહટી અને ઘી નો સ્ત્રીના અંદરની યોનિમાં લેપ કરવાથી સંકોચન થાય છે,પહોળી યોની સાંકળી થાય છે.
(૪૫)ધતુરાનાબીજ,કાળા મરી, લોધર અને પીપર તે બધાંને સમભાગે લઈ ખલમાં ખરલ કરી મધમાં મેળવી પુરુષની યોની (કામધ્વજ )ઉપર લેપ કરવાથી રતીસુખ માં કઠિન યુવતી પણ હારી જાય છે,અને ત્યાર બાદ તે પુરુષ ને છોડતી પણ નથી.
(૪૬)કબૂતરની અંધાર, મધમાં મેળવી પાવાથી યુવતી રજસ્વલા થાય છે.અથવા લીલો ધરો અને ચોખા ખરલમાં ઘૂંટીને પીવડાવવાથી સ્ત્રીને માસિક સ્ત્રાવ થાય છે.(જે સ્ત્રીને માસિક ન આવતું હોયને માસિક ચાલુ કરવું હોય તેનેજ પ્રયોગ કરવો)
(૪૭)વીંછીનો દંશ ઉપર હિંગનો લેપ અથવા ઘી અને આકડાના દૂધ નો લેપ કરવાથી વીંછીનું ઝેર ઊતરી જાય છે.
(૪૮)સફેદ ગાયનું ઘી અને સુરોખાર વાટીને તેનો નાશ લેવાથી આધાશીશી મટે છે.
(૪૯)એક પૅસાભાર સાજીખાર લઈ તેને છાશમાં ખરલ કરી તે પીવાથી પથરી મટશે.
(૫૦)કેશર, સરસવ અને છાશ સરખા ભાગે લઈ ઘી સાથે પીવાથી ઉદરનું ઝેર ઉતરે છે.
(૫૧)વજ,અફીણ અને રાઈ ને ખરલમાં વાટીને તેનો માથે લેપ કરવાથી વાયુને લીધે માથામાં થતા વિવિધ અવાજો-દર્દ વિગેરે મટી જાય છે.
 
                        ll શુભમ ભવતું ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત માટે:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,તંત્રજ્ઞ,ગુઢવિદ્યાનાજાણનાર,મો:-94260 25175.
******************************************

Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.