ll માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંત્ર પ્રયોગ ll

       માતા-પિતાના આશીર્વાદ મેળવવા માટે આ પ્રયોગ ઘણોજ ચમત્કારિક છે, તેમની કૃપાથી ઘર/મકાનમાં રહેતા સંતાન દીકરા-દીકરી પરિવારના સભ્યોને માતા-પિતાના આશીર્વાદ થકી કામ-ધન્ધો-નોકરીમાં બરકત રહે છે. દેવાદાર થવાતું નથી,પરિવાર(કુટુંબ)ના વ્યક્તિઓએ -તેમના સંતાનોએ કોઈ પણ મહિનાના રવિવાર ના દિવસે,(વર્ષમાં બે વાર) સ્નાનાદિકથી પરવારીને પૂજા સ્થાને દીવો,અગરબત્તી,ધૂપ પ્રગટાવી ફૂલ, ચોખા કંકુથી પૂજન અર્ચન પ્રાર્થના કરવી,નીચે દર્શાવેલ મંત્રનો જાપ કરવો.પહેલાં એકવાર સંકલ્પ મંત્ર બોલવો.
સંકલ્પ મંત્ર:-(એક વાર બોલવો)
*********************
ત્વમેવ અમૂકમ માતાચ, અમૂકમ પિતા ત્વમેવ.
ત્વમેવ બન્ધુ સખા ત્વમેવ ,
ત્વમેવ સર્વસ્વ મમ દેવ દેવા.
              મંત્રમાં( અમૂકમ) માતાચ,(અમૂકમ) પિતા -અમૂકમની જગ્યાએ માતા -પિતાનું નામ બોલવું,
માતૃ-પિતૃ મંત્ર:-(108 વાર મંત્ર બોલવો)
***************************
ll ૐ માતૃ-પિતૃ કૃપાયામ મનોકામના પ્રાપ્તમ અહમ નમામિ ll
              આ મંત્ર જાપ થઈ ગયા બાદ માતા-પિતા સામે આરતી ઉતારવી, કપાળે સિંદૂર અને ચોખા સહિત ચાંલ્લો કરવો.ફૂલનો હાર ચડાવવો, ગંગાજળ કે મહીસાગર નદી નું પાણી પીવડાવવું,શક્ય હોયતો પૂજા કરનારે ઉપવાસ કરવો,ફળાહાર કરવો નહીં,ચા, દૂધ,કોફી લઇ શકાય,માતા-પિતા હયાત ન હોયતો તેમના ફોટા ને ચાંલ્લો,ધુપ,દીપ,તેમની સામે ધરવા,પુષ્પઅને પુષ્પનો હાર ચડાવવો, જે શાસ્ત્રોક્ત રીતે પૂજન વિધિ વિધાન કરવું.જેથી તમારા માતા-પિતાના આશીર્વાદ મળશે,ઘરમાં બરકત રહેશે,કલેશ -દુશમનો દૂર થશે,સાથે સાથે રિધ્ધિ સિદ્ધિ સહિત માતા લક્ષ્મીજી ના પગલાં પડશે,જીવનમાં કોઈજ ખોટ વર્તાશે નહીં.
              આ વિધિ વિધાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઇએ, માતા-પિતાજ મારા સર્વસ્વ ભગવાન છે તેવી પૂર્ણ ભાવના રાખવી,

                ll  માતા-પિતાના આશીર્વાદ તમને ફળો  ll
                                   ll અસ્તુ ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, ધર્મજ્ઞ, ગુઢવિદ્યાના જાણકાર,મો:-94260 25175.
******************************************


            

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળો:-

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.