ll શરીરના ચિહ્નો પરથી ભવિષ્યવાણી ll

*જે માણસના પગની  સાથળ પર વાળ ન હોય અને શિરાઓ સ્પષ્ટ દેખાતી ન હોય તો તેને ઉત્તમ પ્રકારનો માનવી ગણાય છે.
*જે સ્ત્રી ની સાથળ લોહીથી ભરપૂર હોય અને વાળ ન હોય તો તે સ્ત્રી ઉત્તમ ગણાય છે,પુત્રવાન, ધનવાન, થાય છે.
*જે માણસની સાથળ માંસથી ભરેલ,પગના તળિયામાં મત્સ્યરેખા હોય અને તળિયા કમળ જેવા હોય તો તે માણસ રાજસુખ -ધનપતિ બને છે.
*જેના કપાળમાં કમળનું ચિન્હ હોય તે ઉત્તમ માનવી બને છે અને લોકોમાં માન સન્માન મેળવે છે.કપાળ નાનું હોય તો કંજૂસ બને,કપાળ ઉંચુ અને પહોળું હોય તે રાજસુખ-ધનપતિ બને છે,કપાળ ઉપર ચાર રેખા હોય તો રાજકારણી બને,ત્રણ રેખા હોયતો 100 વર્ષનું આયુષ્ય, પાંચ રેખા હોયતો 90 વરસનું આયુષ્ય, હોય છે.
*જે સ્ત્રીના શરીરનો રંગ સુવર્ણ જેવો,પગ કમળ જેવા ચમકદાર,હોય તે સ્ત્રી દાન દેનાર,ચારિત્રવાન, ગુણવાનપુત્ર -પૂત્રી સંતાન પ્રાપ્ત કરનાર પતિવ્રતા હોય છે.
*જે સ્ત્રીનું મુખ ચદ્ર જેવું,વાળ લાંબા,અને દુંટી દક્ષિણાવર્ત હોય તે સ્ત્રી કુળવાન ભાગ્યશાળી બને છે.
*જે મનુષ્યના બન્ને કાન બીજના ચદ્ર જેવા આકારના હોય તેમજ વાળ ઉગેલા હોય તોતે જ્ઞાની,સંતોષી અને સુખી-સાધન સંપન્ન જીવન ભોગવે છે,
*જે મનુષ્યની આંખોના ડોળા કમલ જેવા હોય,ને નાક લાંબુ હોય તો ઉત્તમ સુખ ભોગવે,આંખોના ડોળા લાલ રંગ ના અને બીજના ચદ્ર જેવા હોય તે માણસ સુખી અને સાધન સંપન્ન હોય,નાક લાલ હોય અને હોંઠ ની વચ્ચે હોય તો સારું સુખ પ્રાપ્ત કરે છે,જેના મોઢા નીચેના  હોઠ લાલાશ પડતા હોય અને હોઠ પર માંસથી ચમકીલા હોય,દાંત સફેદ ,મોઢું ગોળ,અને અ વાજ કોયલ જેવો મધુર હોય તો ઉત્તમ પ્રકારનું સુખ ભોગવે
છે.
*જેની બગલ માંથી સુગન્ધ આવતી હોય અને વાળ ન હોય તોતે કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે ધન કમાય છે,બોલવામાં મીઠાસ હોય છે.બગલ પીપળાના પાન જેવી હોય તે ઉત્તમ ગણાય છે,
*જે વ્યક્તિ નું નાક વાંસ ના પાન જેવું કે પછી નાક પર હાથી ની રૂંવાટી જેવા થોડાક વાળ હોય અને ગરદન ઊંચી હોય તે દરેક કામમાં પ્રવીણ હોય છે,
*જે માનવીના અંગુઠા ના મૂળમાં ની નજીક જેટલી નાની રેખા હોય તો તેનું  આયુષ્ય 100 વર્ષનું હોય છે,
*જે વ્યક્તિ ની આંખોમાં ઉદાસીનતા છવાયેલ હોય તેમના કાન મૉટે ભાગે લાંબા હોય છે,નાક લાંબુ સીધું અણીદાર હોય છે,તેને નાની ઉંમરમાં પેઢા ખરાબ થઈ જાયછે.
*જેના હાથ ગાદી જેવા માંસલ હોય તો આવા જાતકો ખૂબ આળસુ બની જાય છે,પરિણામે તેમનું જીવન દુઃખમય બની જાય છે,તેમની એકલતા દૂર કરવા માટે નશીલી વસ્તુઓનો ઉપયોગ કરે છે.
*કપાળ ની નીચે જેમની આંખોની ભ્રમરો દૂર હોય તેમજ ટૂંકી હોય અને એકદમ ગાઢ તેમજ પહોળી ન હોય તો તેવી વ્યક્તિ માં સ્મરણશક્તિ ની તીવ્રતા વધારે હોય છે, તેમજ આવા વ્યક્તિ માં ઉદારતા વધુ હોય છે.


               
                      ll  શુભમ ભવતું ll
સમ્પર્ક/માર્ગદર્શન/મુલાકાત:-Mohanbhai R. Machhi.જ્યોતિષાચાર્ય અને હસ્તરેખાશાસ્ત્રી  Mo:-94260 25175.
******************************************

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.