ll શનિની પનોતી દૂર કરનાર ભાગ્યોદય યંત્ર.ll

સામગ્રી:-કાળા તલનો દીવો,ધૂપ,અગરબત્તી,સેવનનો                          બાજટ,ભીલમાંનું તેલ,સિંદૂર,અબીલ,ગુલાલ,કંકુ, પુષ્પ,કાળા કલરનું વસ્ત્ર બાજટ ઉપર પાથરવા, 500 gm બાસમતીના આખા તૂટ્યા વગરના ચોખા,શનિ દેવની મૂર્તિ અગર ફોટો,દાડમની કલમ,ગંગા જળ સહિત તાંબાનો કળશ,ચમચી,વિગેરે પૂજન સામગ્રી.
માળા:-શનિની,
સમય:-સવારથી સાંજ સુધી.
આસન:- કાળું વસ્ત્ર.
દિશા:-ઉત્તર.
જાપ સંખ્યા:-૫૧ વખત.
અવધિ:-1 દિવસ,શનિવાર,
મંત્ર:- (૧) ll અહ્મ આત્મ બ્રહ્મ ll  (51 વાર બોલવો)
        (૨) ll અહ્મ શનિ  બ્રહ્મ ll  (51 વાર બોલવો)
યંત્ર:-

------------------------------------------------------------------
અહ્મ આત્મ બ્રહ્મ.     અહ્મ શનિ બ્રહ્મ      અહ્મ આત્મ બ્રહ્મ
                    ૩                       ૩                           ૩
૫                           ૭                        ૫                 
------------------------------------------------------------------
અહ્મ આત્મ બ્રહ્મ.      અહ્મ શનિ બ્રહ્મ      અહ્મ આત્મ બ્રહ્મ
                    ૩                        ૩                           ૩
૭                            ૫                        ૭
-------------------------------------------------------------------
અહ્મ આત્મ બ્રહ્મ        અહ્મ શનિ બ્રહ્મ       અહ્મ શનિ  બ્રહ્મ
                    ૩                         ૩                           ૩
૫                             ૭                        ૫                 
-------------------------------------------------------------------

વિધિ વિધાન:-
              વિધિ શરૂ કરતાં પહેલાં અગાઉ થી એટલેકે રવિવારના દિવસે ૯"  ૯" નો કોરો ધોયા વગરનો અને કોર્નર પર સિવણ કામ કર્યા વિનાનો સફેદ વસ્ત્રનો ટુકડો લાવી મુકવો પછી શનિવારના દિવસે સવારે સ્નાનાદીક થી પરવારી રૂમાલ હાથમાં લઈ અગરબતી ઉપર ધરી ને ધૂપ આપી આંખો બંધ કરી નીચે આપેલ શનિમંત્ર ૫૧ વાર બોલવો,પ્રથમ ૐ ગમ ગણપતયે નમઃ ના પાંચ મંત્ર બોલી શરૂઆત કરવી.
મંત્ર:-ll ૐ રવિપુત્રમ નમામિ શનેશ્વરમ ll
            પછી સિંદૂર અને ભીલમાંનું તેલ મિશ્રણકરી લખવા માટે શાહી બનાવી દાડમની કલમ વડે રૂમાલ ઉપર યંત્ર દોરવું,યંત્રમાં ૫ ધન લાભાંજી,   ૭ ધન લાભાંજી, ૫ ધન લાભાંજી એમ ક્રમસહ(જપવો) બોલવું અને લખવું,યંત્ર લખાણ પૂર્ણ થયા બાદ યંત્ર માં દરેક ચોરસ ખાનામાં હાથની વચલી અનામિકા આંગળી મૂકી "અંજલિ પુત્ર હનુમાન' દરેક ખાના માં ૧૧(અગિયાર)વાર જપHવો,
              આવીરીતે યંત્રમાં ૯ (નવ) ચોરસ ખાનામાં મંત્ર જંપવા,દરેક ખાનામાં ચંદન ના ચાંદલા કરી સફેદ આકડાના એક એક ફૂલ ચડાવવું,યંત્રને સેવનના બાજટ ઉપર કાળું વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટ દલ બનાવી તેના ઉપર યંત્ર સ્થાપન કરવું,અબીલ,ગુલાલ,કંકુ,અને પુષ્પથી સજાવવો શાસ્ત્રોક્ત વિધિ પૂજન કરવું,અગરબત્તી,દશાંગ ધૂપ-દીપ કરી શનિની પનોતી નું કષ્ટ દૂર કરી ભાગ્યોદય કરવા પ્રાથના-વિનંતી કરવી, આમ વિધિ વિધાન યુક્ત ""શનિની પનોતી દૂર કરનાર ભાગ્યોદય યંત્ર ""સિદ્ધ થઈ જશે,દર શનિવારે ઉપવાસ કરવો.મન,વાણી અને કર્મથી બ્રહ્મચર્ય પાળવું,આ યંત્ર રૂમાલને ગળીવાળી પ્લાસ્ટીક ના પાકિટમાં મૂકી પોતાના ખિસ્સામાં હમેશા રાખવું,
              શનિવારે હનુમાનજીના મંદિરે જઇ કાળા તલ ,કાળા અડદ,અડધી અડધી ચમચી,લેવી,સવાસો ગ્રામ સરસવનું તેલ વિગેરે ક્રમશ હનુમાનની મૂર્તિના પગે ચડાવવું,આમ( ૫ )પાંચ શનિવાર સુધી કરવું, ઘેરથી નીકળતા તેમજ હનુમાનજીના મંદિરે જતાં આવતા રસ્તાની આગળ પાછળ જોવુકે બોલવું નહિ,
            આમ વિધિ વિધાન પૂર્ણ થયે પૂજન સામગ્રી વિગેરે નદી,તળાવ,કે સરોવરમાં વિસર્જન કરી દેવું,વિધિ પૂજન ચમત્કારિક છે,શકય હોયતો ગુરુ, અનુભવી પંડિત કે જ્યોતિશાચાર્ય ની સલાહ લઈ પ્રયોગ કરવો,
             આ સિદ્ધ યંત્ર થી સાડાસાતી ની પનોતી માં શનિ મહારાજ અને હનુમાન-બજરંગબલી ની કૃપા અને આશીર્વાદથી તમામ દુઃખોનું નિવારણ થાયછે, ભાગ્ય ખુલે છે,ભાગ્યોદય તેમજ સુખ સમૃદ્ધિ ના મલિક બને છે.

                        ll  મંગલ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગ દર્શન:-મોહનભાઇ આર માછી. જ્યોતિષાચાર્ય, મો:-૯૪૨૬૦ ૨૫૧૭૫.
*******************************************
             


Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.