ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:- (૯) રૂદ્રાક્ષ ll

(૯)રૂદ્રાક્ષ:-
           પ્રાચીન ગ્રન્થ આધારિત કહેવાય છે કે:-ત્રિપુર નામે એક ભયંકર દૈત્ય પેદા થયો.તેને બહ્મા, વિષ્ણુ, સહિત કેટલાય દેવો ને તિરસ્કૃત કરી દીધા,બધા દેવો શિવ પાસે આવ્યા ત્રિપુરનો વધ કરવા, દેવતાઓ ની રક્ષા કરવા દેવર્ષિ શિવે અમોધ શસ્ત્ર મેળવવા માટે મહાઘોર તપનો આરંભ કર્યો. એક હજાર વર્ષ સુધી દેવર્ષિ  શિવજી ઘ્યાનમય રહ્યા,આ ઘ્યાન વખતે તેમના નેત્ર માંથી જલબિન્દુ ઝર્યા, આ અશ્રુબિંદુઓથી મહારુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા.
            રૂદ્રાક્ષ ભગવાન શંકર નું  અતિપ્રિય આભૂષણ છે,તે દીર્ઘાયુ  પ્રદાન કરે છે. યોગીઓ, મહંતો,સંતો,ભક્તો,સાધુઓ,અને સંન્યાસીઓ ને ધર્મ,જ્ઞાન અને મોક્ષ અપાવે છે.અને સંસારીઓને ધર્મની મર્યાદા માં રહી રિદ્ધિ,સિદ્ધિ,સમૃદ્ધિ સાથે કામ પ્રદાન કરે છે.
              ધર્મશાસ્ત્રો માં જણાવ્યાનુંસાર બાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય,અને શુદ્ર એ અનુક્રમે સ્વેત,શ્યામ,અને રક્ત-પિત્ત વર્ણના ધારણ કરવા જોઈએ,આમળાના કદ (આકાર) ના રુદ્રાક્ષ સર્વોત્તમ છે.ચણીબોર કદ ના રુદ્રાક્ષ મધ્યમ છે.જ્યારે ચણા ના કદનાં રુદ્રાક્ષ નિમ્નકોટિ ના છે.પરંતુ  રુદ્રાક્ષ ના દાણા નું કદ જેમ જેમ નાનું થતું જાય તેમ તેમ તે વધું ફળ આપનારા હોય છે.બધાજ વર્ણ-આશ્રમના લોકોએ તેમજ વેપારક્ષેત્ર,ધર્મક્ષેત્ર,વિજ્ઞાનક્ષેત્ર,જ્યોતિષ ક્ષેત્ર,રાજકારણક્ષેત્ર,ફિલ્મક્ષેત્ર,ઉધોગક્ષેત્ર,શિક્ષણક્ષેત્ર,તેમજ મંત્ર-તંત્ર-યંત્ર નું કામ કરતા સાધક અને તમામ પ્રકારના લોકો એ રુદ્રાક્ષ આવશ્ય ધારણ કરવા જોઈએ. પરંતુ જ્યોતિષનું કામ કરનાર-જ્યોતિષી,બાહ્મણ, સાધક,ગુરુ,જ્ઞાનીઓ એ મંત્ર પૂર્વક (મંત્રથી અભિમંત્રિત) રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ,રૂદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્ર બની જાય છે, રુદ્ર પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રત્વને પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષને કંઠમાં,હાથમાં,અને માથામાં ધારણ કરી શકાય.જપ,તપ,દાન અને વેદાભ્યાસ નું ને જે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ રૂદ્રાક્ષ ધારણ કરવાથી મળે છે.
              રુદ્રાક્ષ તે એક વિષેશ પ્રકારનું જંગલી ફળ છે. રુદ્રાક્ષ 14 પ્રકારના હોય છે. અને દરેકનો મહિમા અલગ-અલગ છે.મોટા ભાગે હિમાલય ના જંગલોમાં પેદા થાય છે. રુદ્રાક્ષના વૃક્ષ મધ્યમ આકારના હોય છે. આવા વૃક્ષ આસામ, નેપાળ,માં મળે છે.આ વૃક્ષના ફળ સ્વેત હોય છે. ફળ ગોળાકાર અને નીલા રંગ ના હોય છે. આ ફળો ખાવા માં મીઠાઅને થોડા થોડા અંશે ખાટા પણ હોય છે. કારતક,માગશર મહિનામાં ફળો લાગવાની શરૂઆત થાય છે. વનપક્ષીઓ આ ફળને આનંદથી ખાય છે. સુકાઈ જતા ફળ ખરી પડે છે. ફળ ઉપર એક પ્રકારનું  છોતરું હોય છે. છોતરું ઉતરી જતા ફળ નો આકાર રુદ્રાક્ષ જેવો બનેછે,છોતરું ઉતારતા 1થી 21 મુખ સુધીના રુદ્રાક્ષ નજરે પડે છે.રુદ્રાક્ષ ઉપર દાણાદાર ઉત્તમ નયનરમ્ય કોતરકામ જેવી મુદ્રાઓ હોય છે. તેને રુદ્રાક્ષ કહેવાય છે. કયારેક રુદ્રાક્ષ માં કુદરતી રીતે છેદ ( કાણુ) હોય છે. કુદરતી રીતે છીન્દ્રવાળા રુદ્રાક્ષ શ્રેષ્ઠ મનાય છે. ઉત્તર પ્રદેશમાં ઉત્તરકાશી,બીજા અન્ય પ્રદેશો ગંગોત્રી,જન્મોત્રી,તિબેટ,અને સૌથી વધુ ઉત્પાદન નેપાળના ભોજપુર જિલ્લા માં થાય છે.ઇન્ડોનેશિયા,જાવા,સુમાત્રા,અને ચીન ના કેટલાક પ્રદેશોમાં રુદ્રાક્ષ પેદા થાય છે.તેમજ નેપાળ માં મળી આવતા એક મુખી રુદ્રાક્ષને રાજ્યની તિજોરીમાં ફરજીયાત પણે જમા કરાવવા પડે છે. આ પ્રકારના એક મુખી રુદ્રાક્ષ પર નેપાળ નરેશનું પૂર્ણ આધિપત્ય છે.રાજકોશ માં એકમુખી રુદ્રાક્ષ જમા કરાવનાર ને ધન અપાય છે.આવા 1થી21 મુખી રુદ્રાક્ષ ભારતમાં અને વિદેશોમાં નિકાસ થાય છે.
            મોટાભાગે રુદ્રાક્ષ અસલી હોય છે.જે રુદ્રાક્ષ સરળતાથી નથી મળતા તેવાજ રુદ્રાક્ષ નકલી બનાવાય છે.દ્વિ મુખીથી માંડી પંચમુખી રૂદ્રાક્ષ સરળતાથી મળી રહે છે, આથી નકલી હોવાનું અસંભવ છે.અસલી રુદ્રાક્ષ પાણીમાં નાખતા ડૂબી જાય છે. રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને એક સપ્તાહ સુધી સરસવ ના શુદ્ધ તેલમાં ડુબાડી રાખો આથી તેનો રંગ ગહેરો થઈ જશે.તેલ સાફ કરી ગંગાજળથી સાફ કરી ને વિધિ વિધાન મંત્રથી અભિમંત્રીત કરી ને વિધિપૂર્વક ધારણ કરો.
         રૂદ્રાક્ષ ધારણ કરવા માટે પૂર્ણિમા,ગ્રહણ, અયન,અમાસ,અને મેષસંક્રાંતિ- મકરસંક્રાંતિ ઉત્તમ-શ્રેષ્ઠ મનાય છે.
                                            (ક્રમશ.......) આગળ....
-----------------------------------------------------------------------Mohanbhai R Machhi, jotishachary. Mantr -Tantr-Yantr Vignan, Godhra, Mo:- 94260 25175.----------------------------------------------------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.