llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૮) ભસ્મ......(ક્રમશ:) ચાલુ.....ll

(૮)ભસ્મ:- (ક્રમશ:).....ચાલું.
          "બ્રહજ્જબોલોપનિષદ" માં શરીરના અલગ અલગ અંગો ઉપર તિલક-ત્રિપુંડ કરતી વખતે ક્યાં મંત્રો બોલવા તેનું ચોક્કસ વર્ણન છે. શરીર ના કપાળ પર ત્રિપુન્ડ બનાવતી વખતે મંત્ર:-ll ૐબ્રાહ્મણે નમઃll નું મંત્ર ઉચ્ચારણ કરવું જોઈએ એ પ્રમાણે શરીરના અન્ય અંગો ઉપર ત્રિપુન્ડ કરતા નીચે પ્રમાણે મંત્ર બોલવા.
કપાળની ભુક્રુટી પર -મંત્ર:-  ૐ બ્રાહ્મણે નમઃ
ગળા પર .             -મંત્ર:-ૐ વૈષ્ણવૈ નમઃ
માથા પર               -મંત્ર:-ૐ પરમામીણે નમઃ
હાથની કોણી નીચે   -મંત્ર:-ૐ પ્રીત્યભ્ય નમઃ
છાતી પર.              -મંત્ર:-ૐ હવ્યવાહીના નમ:
હાથ ની ભુજા પર.    -મંત્ર:-ૐ એશાનામભ્યન નમઃ
પીઠ પર .                -મંત્ર:-ૐ શવબે નમઃ
             ત્રિપુન્ડ કરતા પહેલા યાદ રાખવું કે હાથ ના પંજાની પ્રથમ મોટી આંગળી તર્જની (ઈન્ડેક્ષ),અનામિકા(રીગ),અને વચલી (મિડલ) આંગળી ની મદદથીજ ત્રિપુંડ કરવું જોઈએ.
             ભુકૃટી ઉપરાંત શરીરના 12 ભાગો ઉપર ત્રિપુંડ કરી શકાય, ત્રિપુંડ ભગવાન ની ત્રણ લીલા સર્જન,પાલન,અને વિનાશ નું પ્રતીક છે.ઉપનિષદ માં જણાવ્યા મુજબ ત્રિપુંડ ના ત્રણ ગુણો ,રજસ-તમસ અને સત્વ નું પ્રતીક છે. એટલેકે ક્રિયા શક્તિ-ઈચ્છા શક્તિ-અને જ્ઞાન શક્તિ,નું પ્રતીક છે.
              શરીર પર ભસ્મ લગાવી ત્રિપુંડ કરવું તે શિવભક્ત (શેવત્વ) ની નિશાની છે.પ્રાચીનશાસ્ત્ર માં કહેવામાં આવ્યુ છે કે સાધુ સંતો પોતાના શરીરે સ્મશાનની ભસ્મ લગાવતા આ એક ગુઢરહસ્ય છે "શબ્દકોષ "માં ભસ્મનું વિગત અનુસાર ભગવાન ની તુલના મહાવિભૂતિ સાથે થઈ છે,અને જે શરીરે ભભૂતિ (વિભૂતિનો અપભ્રશ) કે ભસ્મ લગાવે છે તે પ્રભુ-ભગવાનની નજીક જાય છે.મૃત્યુ પછી પ્રાર્થિવ દેહ ભસ્મ બની જાય છે. અંન્ય ઇચ્છઓ નું જીવન ટૂંકું છે.અને મૃત્યુ પછી તે દેહ રાખ બની જાય છે.ભસ્મ આપણને યાદ આપાવે છેકે જગત નાશવંત છે,કોઈ અજબ શક્તિ નો અહેસાસ થઈ શકે છે. વાસ્તવ માં સ્પર્શ થઈ શકતો નથી. આ પાંચ તત્વ નું શરીર તો પૃથ્વી ની (માટીની)એક રચના છે.શરીર માટીનું બનેલું હોવાથી દુન્યવી વિવિધ ચીજ વસ્તુઓ સાથે તેને અનુસંધાન સાધવું પડે છે.
                                                             (ક્રમશ:)
-------------------------------------------------------------------------મોહનભાઇ આર માછી,ગોધરા,પંચમહાલ,ગુજરાત, (ઇન્ડિયા) Mo:- 94260 25175.----------------------------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.