ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક (૮) ll
(૮) ભસ્મ:-
અતિ પ્રાચીનકાળ અને ૠગવેદથી કપાળે તિલક કરવાની પ્રથા પરંમપરાગતથી ચાલી રહી છે. એકાન્ત સ્થળે જંગલ કે નદી,સરોવર જેવા પ્રદેશો માં ૠષી-મુનિઓ તપ કરતા સાથે સાથે રાજાઓ ના બાળકો-રાજકુમારને ભણાવતા તેમજ યજ્ઞ-હોમ-હવન કરતા હતા.યજ્ઞ-હોમ પછી તેની ભસ્મ અને" ઘી"થી
શરીરના વિવિધ ભાગો -અંગો ઉપર તિલક કરવામાં આવતા હતા. આગળ જતાં શિવ અને વૈ ષ્ણવ જેવા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.અને ત્યાર બાદ પણ વિવિધ પ્રકારના સંપ્રદાયો ઉદય પામ્યા.તેજ રીતે વિવિધ પ્રકારના (તિલક)ચાં લ્લા રૂપે પ્રતીક ના સ્વરૂપે તિલક ની ઓળખ આગળ વધતી ચાલી.
. "ભસ્મજાબોલોપનિષદ"અને"બહજજલોપનિષદ"એમ બે ઉપનિષદ માં ભસ્મ-ધર્મ અને તેની આદ્યાત્મિક મહત્વ વિશે ઘણુંજ કહેવાયું છે.
હિન્દૂ ધર્મમાં ગાય ને અતિ પવિત્ર ગણવામાં આવી છે. તેમાં 33 કરોડ દેવો નો વાસ છે તેમ પણ કહેવાય છે.જે શાસ્ત્રોક્ત છે.ગાય ના છાણ બાળતાં ભસ્મ તૈયાર થાય છે. ધાર્મિક માન્યતા મુજબ ગાય ના છાણ માં લક્ષ્મી નો વાસ છે. અને તે માટે તિલકમાં વપરાતી ભસ્મ ગાયના છાણમાંથી તૈયાર થાય છે,આ ભસ્મ શરીર ની દુર્ગન્ધ દૂર કરી શુદ્ધ કરે છે. ઉપનિષદ મુજબ 5 પ્રકારની ભસ્મ (ભભૂતિ)ના પ્રકાર છે. જે વિવિધ જાતની (વંશની)ગાયો ના છાણમાંથી તૈયાર થાય છે. જેમકે:-(1)ભસ્મ(2)વિભૂતિ(3)રક્ષા(4)ક્ષારઅને(5)ભદ્ર
"વિભૂતિ"નંદ પ્રકારની ગાય ના છાણમાંથી મળે છે.આ ભસ્મ-તિલકમાં અદભુત શક્તિ હોય છે. તેનાથી સુખ-સમૃદ્ધિ માં વધારો થાય છે.
"ભાસતા"પ્રકારની ગાય ના છાણ માંથી મળતી રાખ ને "ભદ્ર" કહેવાય છે. આ ભસ્મ તમામ પાપોનો નાશ કરે છે.
"ભસ્મ "સુરભી ગાય ના છાણ માંથી મળે છે,સુરભી ગાય નો કલર લાલ હોય છે. આ ભસ્મનું તિલક અથવા ત્રિપુંડ કરનાર તેજસ્વી બને છે.
"સુમરા" નામની ગાય ના છાણમાંથી મળતી ભસ્મને "રક્ષા"કહેવાય છે,આ ભસ્મ થી પ્રેતાત્મા દૂર થાય છે.
સફેદ (સ્વેત)રંગની "સુશીલા"નામની ગાયથી પ્રાપ્ત થતી રાખને "ક્ષાર"કહેવાય છે.તે પરમાત્મા માં શ્રદ્ધા રાખનાર શ્રધ્ધાળું ના જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે.
શરીરે ભસ્મ લગાવવા બાબતે "બ્રહ્નજ્જબોલો પનિષદ"માં જણાવ્યા અનુસાર ભસ્મને,ગુપ્તાગો,સાથળ,પગ પર મસળવી જોઈએ.કપાળ પર લગાવવી જોઈએ નહીં.આનાથી વિપરીતપણે "ભસ્મજાબોલોપનિષદ'કહેછે કે :-ભસ્મને ગળા, ગાલ,મોઢા,નાભી,હૃદય,બન્ને હાથના ખભા,ભુજા, હથેળી અને કોણીપર લગાવવી જોઈએ.ભસ્મ,ત્રિપુંડ લગાવતી વખતે ચોક્કસ મંત્રો નું ઉચ્ચારણ (મંત્ર જાપ) જરૂરી છે,પરન્તુ આ મંત્રો ની જાણકારી ન હોયતો મંત્ર:--ll ૐ નમઃ શિવાય ll ના જાપ સાથે " ભસ્મ" કે "તિલક "લગાવી શકે છે,
( ક્રમશ)
-----------------------------------------------------------------------મોહનભાઇ આર માછી.ગોધરા,પંચમહાલ,ગુજરાત,(ઇન્ડિયા) મો:-94260 25175.
-----------------------–-–----------------------------------------

Comments
Post a Comment