ll લક્ષ્મી પ્રાપ્તિનો મહા પ્રયોગ.ll

સામગ્રી:-પરદમાંથી બનાવેલ મંત્રસિદ્ધ મહાલક્ષ્મીની મૂર્તિ,
         વિજય ગણપતિની મૂર્તિ,જલપાત્ર,લાલ ચદન,અગર
         કુંમ કુંમ,ગુલાબ અને લાલ કરેણ ના પુષ્પ,આગરબતી,
         ગાયના શુદ્ધ ઘી નો દીવો.
માળા:-લાલ ચદન ની કે કમળ કાકડીની માળા.
સમય:-ધનતેરસ,દીપાવલી,દેવદિવાળી,રંગપઁચમ.ના દિવસો.
આસન:-સુતરનું લાલ રંગનું કાપડ.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-51000.
અવધિ:-5 દિવસ.
           આપ્રયોગ વર્ષ માં એક વાર એટલે કે:-ધનતેરસ અગર દીપાવલીના દિવસ કે ઉક્ત જણાવેલ દિવસો પેકી ના દિવસો થી શરુ કરી શકાય છે. આ પ્રયોગથી ધનની પ્રાપ્તિ,ધન્ધા -રોજગારમાં સફળતા,ગ્રહોના અનિષ્ટ પ્રભાવનું નિવારણ,કે અન્ય કોઇ સમસ્યાનું નિવારણ અવશ્ય થાય છે. પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત લક્ષ્મીજી ની મૂર્તિ,વિજય ગણપતિની મૂર્તિ ને સ્નાન કરાવી તેના પર ચંદન અગર કુંમ કુંમ નું તિલક કરવું.ગોળ અને મિસરી નો ભોગ ધરવો અને 51 પુષ્પ નો ઉપયોગ કરી શકાય છે.

મંત્ર:-ll ૐશ્રીમ્ હિમ્ કલીં મહા લક્ષ્મીયેં નમઃ ll

              આ મંત્ર બોલતા જવું અને પુષ્પ અર્પણ કરતા જવું.
પ્રથમ  ll ૐ ગમ્ ગણપતયે નમઃll ના 5 વાર મંત્ર બોલી ને મંત્ર જાપ શરુ કરવા. પાંચ દિવસ દરમિયાન 51000 હજાર મંત્ર જાપ પૂર્ણ થયા પછી છઠ્ઠા દિવસે 5 કુવારીકન્યા ને લક્ષ્મીજીનું સ્વરૂપ ગણી ભોજન કરાવવું, તેમજ યથાશક્તિ ભેટ-દક્ષિણા આપવી,
                આ પ્રયોગ થી જીવનમાં સુખ-શાંતિ અને લક્ષ્મી ની અસીમ કૂર્પાથી દરેક કાર્ય માં વિજય પ્રાપ્ત થાય છે.
                 આ પ્રયોગ અનુભવ સિદ્ધ હોઈ ચમત્કારિક લાભ થશે જ.

                        ll શુભમ  ભવતું ll

___________________________________________________Mohanbhai R Machhi. Mo.94260 25175_________________________________________________________

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.