llકાર્યસિદ્ધિ માટે સરળ મંત્ર પ્રયોગો.ll

(1)લક્ષ્મી વિનાયક મંત્ર:-
મંત્ર:-"ૐ શ્રી ગં સૌમ્યાય ગણપતયે વરવદ સર્વજનયે                      વશમાન્ય સ્વાહા "
આ મંત્ર 28 અક્ષરનો છે સર્વકાર્ય તેમજ ધન વૃદ્ધિ માટે રોજ સવારે 1 માળા નો મંત્ર જાપ કરવો.
(2)ગાયત્રી મહામંત્ર:-
મંત્ર:-"ૐ ભુ ભુંર વ: સ્વ: તત્સવિતુંવરેણ્ય ભર્ગો દેવષ્યધિમહિ ધિયોયોન: પ્રચોદયાત "
               ગાયત્રી મંત્ર ના પ્રભાવથી બહ્માંડ માં એવી કોઈ ચીજ નથી જે જાપ કરનાર જાણી ન શકે જે વ્યક્તિ વેખરી જાપ જપે છે.એની વાણી ફળે છે , જે બોલે છે તે ફળે નેં મનોકામના સંકલ્પ સિદ્ધ થાય છે.
               આ મંત્ર ની દરરોજ સ્ફટિક ની માળા થી 1 માળા કરવી.
(3)મહામંત્ર "રામ"
        મંત્ર:-ll રામ ll
7 કરોડ મંત્ર છે,તેમાં આ બે અક્ષર વાળો "રામ" નામ પરમ મંત્ર છે. બધા મંત્રો આની અંદર આવી જાય છે, કોઈ મંત્ર બહાર રહેતો નથી. બધીજ શક્તિ ઓ એમાં સમાયેલી છે.
           અંત સમયે "રામ"કહેવાથી તે પછી જન્મતો નથી.મરતો નથી આવો "રામનામ"મંત્ર છે.
(4)પચાક્ષરી શિવ મંત્ર:-
મંત્ર:-llૐ નમઃ શિવાય ll
       આ જાપ મંત્ર ને મંત્ર પણ છે.
"ૐ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ૐ"
આમ આગળ પાછળ પ્રણવ લગાડવાથી એ સંપૂર્ણ મંત્ર થયો.
શિવોપાસના માટે આ મંત્ર ભગવાન વિષ્ણુ એ દેવોને પણ સુચવ્યો હતો,આ મંત્ર સૉ કોઈ કરી શકે છે. અને વિધિવત નિયમિત કરીને એનું ફળ પ્રાપ્ત કરી શકે છે.
          એક્વાર કરે કે કરોડ સુધી કરે એના ફળ સ્વરૂપ ભગવાન શિવ સાક્ષાત પ્રસન્ન થાય છે. એમ શાસ્ત્રો કહે છે.
(5)ષષ્ટિદેવી મંત્ર:-
મંત્ર:llૐ હ્રિમ ષષ્ટિદેવ્યે સ્વાહા ll
      આ મંત્ર જાપ કરવાથી વધ્યા,કાકવંદ્યા,મૂત્યવત્સ્યા,સ્રીઓ એક વર્ષ સુધી દરરોજ સવારે 5 વખત મંત્ર જાપ કરે તો તેના ફળ સ્વરૂપે ભગવતી ષસ્થિના પ્રભાવ વડે ફરીથી પુત્રવતી બને છે. તેમજ જો બાળકને રોગ થયો હોય તો તેના માત-પિતા એક માસ સુધી આ મંત્ર જાપ કરે તો ષષ્ટિદેવી ની કૂર્પા વડે બાળક નો રોગ મટે છે.
            ll સુભમ્ ભવતું ll

_____________________________________________
Mohanbhai R  Machhi,Godhra.9426025175.
-------------------------------------------------------------------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.