llબાળકોના દુઃખ-દર્દ દૂરકરનાર મંત્ર પ્રયોગ ll


 llબાળકોના દુઃખ દર્દ દુરકરનાર મંત્ર ll
મંત્ર:-
***
ll ૐ ગુરુજી ૐ ગુરુજી વા,વાળો, વાવળી, તરીયો, ચોંથિયો તાવ, અમારો
હાંકયો ન હાલે તો હાંકે અજેપાળ અજેપાળના હાથમાં રાંપી બોતેર વરાધ નાખે કાપી અજેપાળના ઘેર અજીયાદે રાણી એને  જન્મ્યા સાત કુંવર જડો, જુબડો, ઉનિયો, અગનીયો,તરીયો, અને ચોંથિયો,શબ્દ સાચા પીંડ કાચા સ્ફુરો મંત્ર ઈશ્વરી વાચા, વાચા ચુકે તો ઉભા સુકે.ll

વિધિ વિધાન:-
*********
           આ પ્રયોગ કોઈ પણ મહિનાની અમાસ થી શરૂ કરવો,તે દિવસથી સવા મહિના સુધી અજેપાળના નામે બે વખત સવાર સાંજ દિવા અગરબત્તી કરવા વ્રત વિધિ વિધાન ના છેલ્લા દિવસે હોમ હવન કરવો ,7 કુવારીકાઓ નું પૂજન કરી,રોટલી,ઘી,ગોળ નું ભોજન કરાવવું,ત્યાર પછી સવા બે મહિના દરમ્યાન દરરોજ સવારે 108 સ્ફટિક ની માળા વડે મંત્ર જાપ કરવા (એટલેકે 108 મણકાની 1 માળા કરવી.)જેથી મંત્ર સિદ્ધ થઈ જશે,ત્યાર પછી કોઈ બાળકને -બાળક ને લગતા કોઇ પણ દર્દ જેમકે વા,તમામ પ્રકારના તાવ,વાળો નિકળવો, બાળકોની વરાધ,નજર વિગેરે મટી જાય છે, કાળા કલરનો ઉનનો દોરો લઈ 7 વાર મંત્ર બોલી 7 ગાંઠો કરીને ગળામાં ધારણ કરાવવો,અથવા બાળકના કમરે પણ બંધી શકાય,જેથી ચોક્કસ દર્દનું નિવારણ થઈ શકે.
            ખાસ ધ્યાન રાખવું કે સવા બે મહિના સુધી આસન દર્ભનું રાખવું,બ્રહ્મચર્યનું પાલન કરવું, સ્રી સંન્ગ કરવો નહીં,દારૂ માંસનું સેવન કરવું નહીં,સાત્વિક અને સાદો ખોરાક લેવો,ઉપવાસ એટલે એકટાણું કરવું,પવિત્ર મન ,પ્રસન્ન મન બ્રહ્મ ચર્યનું પાલન કરનાર સાધક,સાધુ,ને આવા મંત્રો ફળીભૂત થાય છે.જેથી બાળકોને લગતા તમામ દુઃખ-દર્દ નું નિવારણ થઈ જાય છે.


                        ll શુભમ ભવતું ll


સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઈ આર માછી.જ્યોતિષાચાર્ય.મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન, મો:-94260 35175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
       

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું,મો:94260 25175.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.