ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ:3)

આગળથી ક્રમશઃ ભાગ:2થી ચાલુ...
ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ: 3)

મંત્રનો જાગૃતકાળ અને શયનકાળ:-
-------------------------------------
          મંત્ર જાપ વિધી વિધાન ક્યારે કરવા તેની વિગતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ચોક્કસ પરિણામ મળી શકે.
         ડાબી નાસિકા સ્વર ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્ર નો સુવાનો સમય જાણવો,જમણો સ્વર ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્રને જાગૃત થવાનો સમય જાણવો,જ્યારે બંન્ને નાસિકાઓનો સ્વર ચાલતો હોય ત્યારે બન્ને મંત્રોનો જાગૃત કાળ સમજવો,તે વખતે આગ્નેય અને સૌમ્ય બંન્ને પ્રકારના મંત્રોનો જાપ કરી શકાય,આ સાથે કાર્યસફળતા અને આરોગ્ય જળવાય તેવા મંત્રો આપવામાં આવેલ છે જે સૌને ઉપયોગી-કારગત નીવડશે.
          જમણી નાસિકા  સૂર્ય સ્વરથી પૂરક કરી પેટમાં પ્રાણવાયુને પુરી યથાશક્તિ કુંભક કરવો અને ત્યાર બાદ ડાબી નશીકાથી ધીરેધીરે રેચક કરવો એટલેકે સ્વાસ બહાર ફેકવો આ એક પ્રાણાયમ ગણાય છે.
          યોગના પ્રારંભમાં 10થી 20 પ્રાણાયમ કરવા જેના અભ્યાસથી 90 દિવસમાં શરીર હલકું તેમજ શરીરની તમામ નાડીઓ શુદ્ધ થશે,
           પ્રાણાયમ સમશીતોષણ હોવાના કારણે 365 દિવસ થઈ શકે છે, આમાં કોઈ દિવસ ભેદ કે ઋતુભેદ કારણ રહેતું નથી,
           વારભેદ  નાડી જ્ઞાન જોઈએ તો...
           સોમવારે  પ્રાતઃકાળે પલંગ કે ખાટલામાંથી ઊઠતાં ડાબીબાજુ ચંદ્રનાડી- સ્વર ચાલવો જોઈએ.અને તે સમયે જમીન ઉપર પગ મુકવાથી આખો દિવસ આનંદ ઉલ્લાસમાં જાય છે.
           તેમ.
મંગળવાર-સૂર્ય સ્વર,જમણા હાથ તરફ ની અને તે (પીંગલાનાડી સ્વરની) અંદર જમીન પર પગ મુકવો.
બુધવારે, ગુરુવારે, શુક્રવારે -ચદ્ર નાડી-સ્વર ડાબા હાથ તરફની
શનિવાર-સૂર્ય સ્વર -જમણા હાથ ની તરફની.
            ઉપરની વિગતે નાડ -સ્વર ફેરવવા છતાં ન ફરેતો તે દિવસે અમંગળ-અશાંતિ થાય તેમ નાડી-સ્વરોદય શાસ્ત્ર કહે છે,
         વિવિધ પ્રકારના રોગોનું નિવારણ નીચે મુજબ છે.
(૧)એસીડીટી,પિત્તવિકાર, તાવ,આવતો હોયતો મંત્રના 1001 મંત્ર જાપ કરવા.
મંત્ર:-ll ૐ મું મુકુટેશ્વરીભ્યામ નમઃ ll
(૨)ટીબી, કફ,દમની વ્યાધિ માટે 5001 મંત્ર જાપ કરવા.
મંત્ર:-ll ૐ યં પદ્માવતીભ્યામ નમઃ ll
(૩)આ મંત્રના 5001 જાપ કરવાથી હાર્ટએટેક નો રોગ મટી જાય છે.
મંત્ર:-ll ૐ લેં લલિતા દેવીભ્યામ નમઃ ll
(૪)આ મંત્રથી કંથમાળ,ગળાનું કેન્સર,મટે છે. મંત્ર જાપ 1001કરવા.
મંત્ર:-ll ૐ ચિં ચિત્ર ઘંટાયે નમઃll
(૫)આ મંત્ર જાપ થી જીભને લગતા તમામ રોગો મટે છે, જે કોઈ વ્યક્તિ બિલકુલ બોલતો ન હોય તો બોલતો થાય છે. જપસંખ્યા 15001.
મંત્ર:-ll ૐ સ સર્વ મંગલ્યાભ્યામ નમઃ ll
(૬)આ મંત્ર પ્રયોગથી નાકના દર્દો જેવાકે નાકના મસા,શ્વાસની તકલીફ વિગેરે દૂર થશે.મંત્ર જાપ 10001.
મંત્ર:-ll ૐ યં યમ ઘટાયે નમઃ ll
(૭)આ મંત્રના 10001 જાપ કરવાથી માથાનો અસહ્ય દુખાવો, મસ્તક પીડા,દૂર મટશે,ગાંડાપણું ,મગજની અસ્થિરતા,હિસ્ટરી યા વિગેરે દર્દો દૂર થશે.
મંત્ર:-ll ૐ ઉમા દેવીભ્યામ નમઃ ll
(૮)આ મંત્ર પ્રયોગથી આંખના તમામ દર્દો મટે છે,સૂર્યોદય પહેલા લાલ રંગના ફૂલ વડે મંત્ર બોલી આંખને પર્સ કરવો.
 મંત્ર:-ll ૐ શાં શાંખિની ભ્યામ  નમઃ llમંત્ર જાપ 108.
(૯)આ મંત્ર જાપ થી ગુપ્તાગના દર્દો -હરસ -મસા,ના દર્દ મટે છે. શોચક્રિયા માં તકલીફ મટે છે.શોચ ક્રિયા પહેલાં 108 વાર મંત્ર બોલવો.
મંત્ર:-ll ૐ ગું ગુંહ્યોશ્વયે નમઃ ll
(૧૦)આ મંત્ર જાપ થી લોહીવિકાર થી અસ્થિ માં થયેલ વિકારો જેમકે પથરી, કિડનીમાં પથરી,હડકાનો વા,શરીર ઉપર લાલ ડાઘ,વિગેરે દર્દો મટે છે.
મંત્ર:-ll ૐ પાર્વતી ભ્યામ નમઃ ll મંત્ર જાપ 1008.

                               ક્રમશઃ ભાગ 4 ઉપર.....
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐




Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.