ll સુખ-સમૃદ્ધિ માટે સચોટ ઉપાયો ll

(૧)દક્ષિણ દિશા તરફ પગ રાખીને કદી પણ કોઈ પણ સંજોગો માં સૂવું નહીં.
(૨)પોતાના શરણમાં આવેલ કોઈ પણ હોય ત્યાગ કરવો નહીં,શક્ય હોયતો રક્ષણ કરવું.
(૩)મનુષ્યે પોતાની પાછલી જિંદગીમાં પ્રભુ ભજન કરવું,પોતાના આહાર વ્યવહાર ચોખ્ખા રાખવા.
(૪)જેને ઘેર ભણ્યા હોય અને અને ધનપતિ બન્યા હોય તો તેમને ભૂલવું નહીં તમારી સદ્ધરતા નો આધાર ભણાવનાર નો છે,
(૫)મિથ્યા વાણી,અહંકાર કરવો નહિ,ને ખોટી સોબત કરવી નહીં,તેનાથી મનુષ્ય નું પતન થઈ જાય છે.
(૬)જે મનુષ્ય પોતે બધાની વચ્ચે એકલો ખાય છે,અને બીજાને ભાવ પણ પૂછતો નથી તેવો મનુષ્ય રાક્ષસ કરતાં પણ ખરાબ ગણાય છે, તેના ઘરનું પાણી પણ ન પીવાય.
(૭)સૂતી વખતે પલંગ કે ખાટલાની છાયા પોતાના ઉપર પડે તો છાયા દોષ લાગે છે,સતત માથું દુઃખે,સંકટ નો સામનો કરવો પડે,અને ઉચાટ ટેન્સન રહ્યા કરે છે.
(૮)સૂર્યાસ્ત થયા બાદ કોઈપણ ફળ,ફૂલ,પાન, ડાળી વગેરે તોડવા નહીં કે લાવવા નહીં.સતત આફતોનો સામનો કરવો પડે છે,
(૯)દરેક મનુષ્યે પ્રાતઃ કાળે સૂર્ય ઉદય પહેલા ઉઠવું જોઈએ,પ્રથમ પથારી માં ઉઠી માતા-પિતાને પગે લાગી ઇષ્ટ દેવનું સ્મરણ કરવું જોઈએ.તેમજ સૂર્યનારાયણ સામે પૂર્વ દિશામાં કોગળા કરવા કે થુકવું નહીં, તેમજ તેમની સામે હાજત-પેશાબ કરવા નહીં.
(૧૦) પ્રાતઃ કાળે અને સાંજે મંદિર તરફ પગ રાખી બેસવું નહીં, આનાથી ધન્ધા -નોકરીમાં બરકત રહેશે નહીં,શારીરિક તકલીફો વધ્યા જ કરશે.
(૧૧)ઘરમાં તૂટેલી વસ્તુઓ,પલંગ,ખાટલો,બન્ધ ઘડિયાળ,ટીવી,ફિજ,સિલિગ ફેન,ફાટેલા કપડાં,તૂટેલા વાસણો,રાખવા નહીં,ઘરમાં દરિદ્રતા આવે છે,તૂટેલા વાસણમાં પોતે અગર મહેમાનોને જમાડવા નહીં.
(૧૨)સંધ્યા સમયે ઘર/મકાનમાં ઝાડું-પોતું કરવું નહીં,સાંજની વેળા શ્રી લક્ષ્મીજી ના આગમનનો હોય છે, તેવા સમયે હાથમાં ઝાડું પોતું જોવાથી લક્ષ્મીજી બહાર જતી રહે છે.
(૧૩)આગણે આવેલ અભ્યાગત-અતિથિ ને ભોજન આગતા સ્વાગતા કરવી જો તેમની અવગણના કરે તો આવનાર અતિથિ-આગંતુક પોતાનું પુણ્ય લઈ જાય છે,અને પોતાનું દારિદ્ર આપતો જાય છે.
(૧૪)જેની પાસેથી કોઈપણ જ્ઞાનની વાત સાંભળવી હોય તો  તે ગુરુ , જ્ઞાની, કે પંડિત ના ચરણો પાસે નમર્તાભાવે  તેમની પાસે બેસી ને વાત સાંભળવી જોઈએ,તોજ ગુરુકે જ્ઞાની પોતાના જ્ઞાનનો નિચોડ,મર્મ,તેમના અધિકારી ચાહે તો એ શત્રુ કેમ હોતો નથી.




                          ll  મંગલ ભવતું ll
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઈ આર માછી,જ્યોતિષાચાર્ય,મો :-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મુલાકાત મેળવો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.