ll જન્મસમયના આધારે આંખ પરથી ભવિષ્યવાણી ll

llજન્મ સમયના આધારે આંખ પરથી ભવિષ્યવાણી ll
*************************************
(૧) સૂર્યોદય પહેલા (મળસ્કે)૪-૫ વાગે જેવ્યક્તિનો જન્મ થયો હોય તો આંખની કીકી ની ચારે તરફ સફેદ તેજ છવાયેલ હોય છે,તે મંગલકારી નિશાની ગણાય,આ સમયમાં જન્મેલા જાતક ભાગ્યશાળી-પ્રભાવસાળી બને છે.
(૨) સવારે૫- ૬થી૭ના ગાળા માં જેનો જન્મ થયો હોય તેની આંખની કીકી નીલા અને સ્વેત રંગવાળી હોય છે,આવા જાતક ભવિષ્ય સુખ સમૃદ્ધિ વાળું હોય છે.
(૩)સવારે ૭થી૧૦-૧૧ના ગાળામાં જન્મ થયો હોય તો આંખ પીળા રંગની અને તલ જેવું સામાન્ય ચિન્હ હોય છે, આવા જાતક સુખ સમૃદ્ધિ વાળા થાય છે.સાથે સાથે વ્યભિચારનો પણ ગુણ ધરાવે છે.
(૪)બપોરના૧૧- ૧૨ વાગે જન્મ થયો હોય તો કમળ જેવું નેત્ર હોય છે, આવા ચિહ્ન વાળા જાતકો સ્વભાવે જ્ઞાની,સંત,ગુરુ,જેવા દેવાંશી ગુણ ધરાવે છે. પગરજુ -હોશિયાર હોય છે
(૫)બપોરના ૧૨ પછી ૨વાગ્યાની અંદર જન્મેલા જાતકો ની આંખો સહેજ લીલાશ પડતી હોય છે, આ ચિહ્ન સ્ત્રીઓ/પુરુષોમાટે મધ્યમ સુખ સમૃદ્ધિ ને પાત્ર ગણાય છે, જેટલું કાર્ય કરે તેટલું પ્રાપ્ત થાય.ઉદ્યમી બને.
(૬)૨ પછી સાંજે ૫કે ૬ ના ગાળામાં જન્મ થયો હોય તો તેમની કીકી કાળા કે લીલા રંગની હોય તો કેટલાક જાતકોને વધુ મહેનત કરવી પડે.
(૭)સાંજના ૬ પછી ૮ની અંદર જન્મ થયો હોય તો આંખ  માંજરા રંગની હોય છે,આવા જાતકો દરેક વિધિમાં હોશિયાર હોય છે,અને વધુ માંજરી વાળા જાતકો કેટલેક અંશે શઠ પ્રકૃતિવાળા થાય છે.
(૮)૮પછી ૧૦ની અંદર જન્મેલા ની આંખો બિલાડીના નેત્રો જેવી હોય છે. સામાન્ય લાલ છાંય હોય તો દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકે છે. ચપળતા વધુ હોય-છેતરાતા નથી.
(૯)૧૦ પછી ૧૧ ના ગાળામાં જન્મેલા ની આંખ કાળા-લાલ રંગની મિશ્રણવાળી હોય છે.આવા જાતકો મોટે ભાગે રાજકારણ -સામાજિક કાર્યકર, આગેવાન,તેમજ કીર્તિવાન બને છે.
(૧૦)રાત્રીના ૧૧ પછી ૧૨ના ગાળા માં જન્મેલાની આંખો સહેજ કાળાશ પડતી હોય છે,આવા જાતકો ઉત્સાહી અંને વધુ  અભ્યાસ કરી ડોકટર,પ્રોફેસર,એજીનીયર,અધિકારી,વકીલ,પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા કરનાર,જેવા કાર્યોમાં જોડાઈ ધન સંપત્તિ મેળવે છે.
(૧૧)રાત્રી ના ૧૨પછી૧ના ગાળામાં જન્મેલા ની આંખો સાધારણ કાળી-આસમાની હોય છે આવા વ્યક્તિ પિતાથી અલગ રહી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કે નોકરીમાં જોડાયેલા રહે છે.
(૧૨) રાત્રી ના ૧ પછી ૨ કે ૩ ના ગાળામાં જન્મેલાં જાતકો ની આંખો ની કીકી કાળા રંગની હોય છે આવા જાતકોને મોસાળ માં વધુ પડતું સુખ ના અધિકારી બનતા નથી પણ પોતે મક્કમ મનના બની પોતાની હોશિયારી વડે આગળ વધી સુખ સમૃદ્ધિ ના માલિક બને છે.
          તેમજ જે પુરુષ-સ્ત્રી ની ભ્રુફૂટી-ભમ્મર ની ઉપર નો ભાગ ડાબી બાજુથી ઊંચો અને કઠણ જોવા મળે તો જન્મ ઉત્તરાયણમાં થયો હોય તેમ જાણવું,તેમજ જેને જમણી. બાજુની ભૃકુટી ની ઉપર કઠણ માલુમ પડેતો દક્ષિણાયનમાં જાતકનો જન્મ થયો હોય તેમ જાણવું.
                આમ જાતકની આંખોના આકાર,રંગ,વર્ણ, કીકી ના આધારે વ્યક્તિનું સચોટ ભવિષ્ય જાણી શકાય છે.
                      llશુભમ ભવતું ll

*મોહનભાઇ જ્યોતિષાચાર્ય. મો:-૯૪૨૬૦ ૨૫૧૭૫.
***********************************************

Comments

  1. તમારા જન્મ સમય કે કુંડળી ના આધારે જુઓ ..તમે જાતેજ તમારું /તમારા જીવનનું ""ભવિષ્યકથન""જુઓ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.