llઅતિ પ્રાચીન -રોગ દૂરકરનાર યંત્ર અને મંત્ર પ્રયોગ ll

       ગંભીર બીમારી માંથી સાજા થવા માટે મહામૃત્યુંજય મંત્ર અતિ પ્રાચીન તેમજ ચમત્કારિક મંત્ર છે.કુટુંબમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો કુટુંબના કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિએ સ્નાનાદિક કાર્યથી પરવારી પૂજા સ્થાને દીવો,અગરબત્તી,ધૂપ, પ્રગટાવી ,ફૂલ,ચોખા,કંકુ થી પૂજન અર્ચન કરવા ને નીચે દર્શાવેલ મંત્રનો 1008 વાર જાપ કરવો,તે પહેલાં એકવાર સંકલ્પમંત્ર બોલવો,
સંકલ્પ મંત્ર:-(૧ વાર બોલવો)
********************
કેશવ     નામ્ન:       રૂમણસ્થ
શરીરં     આરોગ્યતા  પ્રાપ્તાર્થ
સર્વગ્રહ  અનુંકુલતા    સિદ્ધર્થ
મહામૃત્યું જપ જપમહં કરિષ્યે
             મંત્રમાં પ્રથમ શબ્દ કેશવ છે. ત્યાં બીમાર હોય તેનું નામ બોલવું, પછી  નીચે આપેલ મંત્રના 1008 વાર જાપ કરવા.
મહામૃત્યુજય મંત્ર:-(1008 વાર જાપ કરવા)
******************************
llૐ હિં જું  સ: ભૂં: ભવ: સ્વ: ત્ર્યબકં સ્વ: ભૂવ: ભૂ: સ: જું હો. ll
              આ જાપ થઈ જાય એટલે દિવાથી દર્દીની  આરતી ઉતારવી અગરબતીની ભસ્મ તેના કપાળે લગાડવી,જાપ કરનાર વ્યકિત એ તે દિવસ કડક ઉપવાસ કરવો. ફળાહાર કરવો નહીં,ચા,દૂધ,કોફી વિગેરે લઈ શકાય, રોગીને તરતજ સારું થવા લાગશે,શરીરમાં નવું ચૅતન્ય આવશે.
                આ ઉપરાંત તેજ દિવસે નીચે દર્શાવેલ યંત્ર કાગળ પર કે ભોજપત્ર પર તૈયાર કરવું.
રોગદૂર કરનાર યંત્ર:-
*************
---------------------------------------------------
એં                        ક્લીં                        શ્રીં
૧                           ૭                           ૮
---------------------------------------------------
શિ                         વા                          ય
૧૨૯                      ૧૨                        ૨૪
---------------------------------------------------
ન                           મઃ                         ૐ
૧૧                         ૫                           ૯
---------------------------------------------------

                   આ યંત્ર ની હમેશા-દરરોજ પૂજા કરવી અને બીમાર વ્યક્તિ ના ઓશિકા નીચે રાખી દેવું, તેની જગ્યા બદલવી કે ફેરવવી નહીં. જેમનું તેમ રાખી મૂકવું,પોતાના ઓશિકા નીચે રોગ દૂર કરનાર યંત્ર છે તેવો વિચાર બીમાર માણસે કરતા રહેવું.
                    ઔષધોપચાર સાથેજ આ મંત્ર અને યંત્ર નો ઈલાજ કરવાથી બીમાર વ્યક્તિને તરતજ ચમત્કારિક ફાયદો થાય છે,જે સચોટ સત્યજ છે.
                    આ પ્રયોગ નો કેટલાય લોકોએ અનુભવ કરેલ છે, બીમાર દર્દી મરણ પથરીએથી પણ તંદુરસ્ત જીવન ગાળે છે.પ્રયોગ શરૂ કરતાં પહેલાં જાણકાર પંડિત,જ્યોતિષાચાર્ય ની સલાહ માર્ગદર્શન મેળવવું.

                          ll મંગલ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય,ગૂઢવિદ્યાના જાણકાર મો:-94260 25175.
******************************************

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.