ll રિદ્ધિ-સિદ્ધિ ચમત્કારિક પંદરીયો યંત્ર ll

              પ્રાચીન ગ્રંથોમાં અનેક પ્રકારના યંત્રો આપેલા છે."પંદરીયો યંત્ર"ઘણોજ ચમત્કારિક યંત્ર છે.આ યંત્ર રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ પ્રદાન કરે છે.
              અહીંયા પંદરરિયો યંત્ર આપેલ છે,આ યંત્રનો પ્રયોગ જાતે અગર જાણકાર પંડિત કે જ્યોતિષાચાર્ય પાસે કરાવવો,પોતાની જાતે કરવો હોયતો જરૂરી માર્ગ દર્શન મેળવી લેવું,સાધના વિધિમાં શુભ નક્ષત્ર પસંદ કરી,દર્ભનું આસન,પીળું વસ્ત્ર પહેરવું,મીઠું (નમક) વગરનું ભોજન લેવું,એકાંત રૂમ-ઓરડામાં બેસવું,અને મોંન રહી યંત્ર લખવો,ધૂપ-દીપ,કંકુ,અક્ષત(ચોખા)શક્ય હોયતો (500 gm બાસમતીના ચોખા લેવા)ફૂલથી પૂજા કરવી, રુદ્રાક્ષ કે તુલસીની માળા થી મંત્રનો જાપ કરવો, યંત્ર કોરા કાગળ કે ભોજપત્રમાં  અષ્ટગન્ધ ની શાહી થી લખવો, શકય હોયતો (યંત્ર લખતા પહેલા ગંગાજળથી પવિત્ર) કરવો જેથી ઘણોજ ચમત્કારિક લાભ આપશે,
મંત્ર:-
***
ll ઐમ્ શ્રીં હ્રીં ક્લીમ ll
                   યંત્ર સાધના દરમ્યાન મંત્રનો 108વાર જાપ કરવો.પૂર્વાભિમુખે બેસી સાધકે તેમના ઇષ્ટદેવની મૂર્તિ અગર ફોટાની સ્થાપના કરવી, અને તેની સામે લેખન કરવું,દશાંગ ધૂપ -અગરબતીથી ઘીની દીવો પ્રગટાવવો.

યંત્ર:-
***
-----------------------------------------------------------------
શ્રીં.                              શ્રીં                                શ્રીં
૮                                  ૧                                  ૬
હ્રીં                                હ્રીં                                હ્રીં
-----------------------------------------------------------------
શ્રીં                                શ્રીં                                શ્રીં
૩                                  ૫                                  ૭
હ્રીં                                હ્રીં                                 હ્રીં
-----------------------------------------------------------------
શ્રીં                                શ્રીં                                શ્રીં
૪                                   ૯                                 ૨
હ્રીં                                 હ્રીં                                હ્રીં
-----------------------------------------------------------------

પ્રયોગો:-
*****
(૧)સોનાની કલમ અને કંકુથી સવા લાખ યંત્ર લખે તો રિદ્ધિ સિદ્ધિ અને સર્વ કાર્ય સિદ્ધ થાય.
(૨) કેશર- ચંદન ની શાહીથી અને ચાંદી ની કલમથી 500001 યંત્રો લખે તો દેવ-દેવીના દર્શન થાય.
(૩)આંકડાનો રસ અને ઘુવડના પિછાથી-પિછાની કલમથી લખેતો શત્રુનો નાશ થાય
(૪)સિંદૂર અને ચાંદીની કલમથી 51000 યંત્ર લખે તો ગુમા વેલી ,ખોવાયેલી સંપત્તિ પાછી મળે,
(૫) અષ્ટગન્ધ અને ગંગા જળથી ચમેલીની કલમથી 65000યંત્ર લખે તો આકસ્મિક ધન મળે,(,ગુપ્ત ધન મળે,)
(૬)ગોરોચન તથા કેશરની શાહી અને ચમેલીની કલમથી  21000 હજાર યંત્ર લખે તો વશીકરણ થાય,
(૭)કેશર-કંકુઅને ગંગા જળથી ચમેલીની કલમથી વડના પાનઉપર 100000યંત્ર લખે તો લખનાર વ્યક્તિ મહાન બને છે.
(૮) અષ્ટગન્ધ અને ચાંદીની કલમ થી 41000 યંત્ર લખેતો સંમોહન થાય.
(૯) કંકુ-સિંદૂર અને ગંગા જળથી 21000 યંત્ર લીમડાની કલમથી લખે તો શરીરના તમામ પ્રકારના દર્દો દૂર થાય.
યંત્ર માં અંક ભરવાની વિધિ:-
*******************
(૧)૧થી૯સુધી અંક ભરેતો નિઃસંતાન ને સંતાન પ્રાપ્ત થાય
(૨)૨થી૯ સુધી લખી પછી ૧લખે તો વશીકરણ થાય.
(૩)૩થી ૯ સુધી લખી પછી ૧, ૨  લખે તો ધન્ધા-રોજગાર માં વૃદ્ધિ થાય, તેમજ નોકરી મળે.
(૪)૪થી ૯ સુધી લખી પછી ૧,૨,૩ લખે તો ધનની પ્રાપ્તિ થાય.
(૫)૫ થી ૯ સુધી લખી પછી ૧,૨,૩,૪ લખે તો દુશ્મન ને નુકશાન થાય.
(૬)૬થી ૯સુધી લખી પછી ૧,૨,૩,૪,૫ લખે તો કુંવારા યુવક યુવતી ને મન પસંદ યુવક -યુવતી સાથે લગ્ન થાય.
(૭) ૭ થી ૯ સુધી લખી પછી૧,૨,૩,૪,૫,૬ લખે તો સર્વ લોકો વશ થાય,(સર્વજન વશીકરણ થાય)
(૮) ૮થી ૯ સુધી લખી ને પછી ૧,૨,૩,૪,૫,૬,૭ લખે તો સાધક નું અશુભ વિચારનાર મુસીબત કે આધિ-વ્યાધિમાં સપડાય.
(૯) ૯થી આરંભ કરી પછી ૧થી ૮સુધી લખે તો મનના મનોરથો પૂર્ણ થાય.


                           ll શુભમ ભવતું ll


સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, Mo:-94260 25175.
**********************************************

Comments

  1. માર્ગદર્શન અને યંત્ર તાવીજ મેળવવા રૂબરૂ મળો,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.