ll કાર્ય સફળતા પ્રાપ્ત કરવાના પ્રયોગો ll

પ્રયોગ:-(૧)
********
             કોઈ પણ કામની સફળતા માટે ઘેરથી નીકળતી વખતે તવીમાં ઘઉં ના લોટનો ઘી લગાવેલ પરોઠું બનાવીને તે પરોઠા ને એક રૂમાલમાં બાંધી સાથે લઈ લો પોતાના ઘરનો ચોક કે રસ્તામાં કાગડા દેખાય ત્યાં આ પરોઠાને મૂકી દો, અને તેની સામે જોયા વગર આગળ ચાલવા માંડો.તમારું જે કઈ કામ હશે તે વિના વિઘ્ન પૂર્ણ થઈ જશેજ.
પ્રયોગ:-(૨)
********
              ઘેરથી નીકળ્યા પછી છેક કાર્ય સ્થળ સુધી  પહોંચો ત્યાં સુધી મંત્ર:-ઉં-હ્રીંમ-હ્રીંમ-હ્રીંમ-હ્રીંમ નો મનમાં જાપ સતત જપ્યા કરો, તમારું ધરેલ કોઈ પણ કામ પૂર્ણ થઈ જશે.
પ્રયોગ:-(૩)
********
                જ્યારે મકાન/ઘેર થી નીકળો ત્યારે એક આખું લીંબુ કોઈ પણ ડાઘ વગરનું હોવું જોઈએ, આ લીંબા ના બે ટુકડા કરો અને આ ટુકડાને રસ્તો ઓળગંતી વખતે એક ટુકડો આગળ અને બીજો ટુકડો પાછળ ફેંકી દો -પછી તમે જે કઈ કામ નક્કી કર્યું હોય તે માટે આગળ ચાલ્યા જાવ,બધી (તમામ)મુશ્કેલીઓ -વિઘ્નો દૂર થશે,અને ધારણા મુજબ કામ-કાર્ય પૂર્ણ થશે.
                 આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે,
પ્રયોગ:-(૪)
********કોઈપણ મહિના ના કોઈ પણ સોમવારે મહાદેવના દર્શને જાવ,દર્શન કરતી વખતે ભગવાન શિવને પ્રાથના કરોકે (નક્કી કરેલ કામ મનમાં બોલી) મારુ કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરો,સંકલ્પ બાદ ભગવાન શિવ(શિવલીગ) ઉપર ચડાવેલ એક બીલીપત્ર લઈ લો,બીલીપત્ર ન હોય તો કોઈ પણ ચડાવેલ ફૂલ લઈ લો.આ વસ્તુ ગેર પોતાના મંદિરમાં મૂકી દો. જ્યારે કોઈ પણ કાર્ય માટે જવાનું થાય ત્યારે પોતાના ખિસ્સા માં મૂકી લઈ જાવ.કામ અવશ્ય થઈ જશે. આ બીલીપત્રનો ફક્ત એકજ વાર પ્રયોગ કરવો, કામ પૂર્ણ થયે સદર બીલીપત્ર નદી,તળાવ કે સમુદ્ર માં વિસર્જન કરવું.
               
                 આ ચાર પ્રયોગો માંથી ફક્ત એક જ પ્રયોગ કરવો.

                        ll  મંગલ ભવતું ll

*સંપર્ક/માર્ગ દર્શન/મુલાકાત;-મોહનભાઈ આર, માછી.જ્યોતિષાચાર્ય.Mo:-9426025175.
**********************************************

Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.