llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૧૦) નાગચંદ્રા ll

         મંત્ર-તંત્ર-યંત્ર,ને તંત્રજ્ઞોના મત પ્રમાણે નાગચદ્રા વૃક્ષ મુખત્વે અતિશય ગાઢજંગલો જેવાકે:-નેપાળ,હિમાલય,આસામ,જમ્મુ,કાશ્મીર,અનેબહ્મદેશ જેવા પ્રદેશો ના જંગલો,ખીણ, પર્વતો માં જોવા મળે છે. આવા નિર્જન જંગલોમાં તંત્રવિધાના જાણનાર નેપાળ વિગેરે  પ્રદેશોમાં પર્વતો,ખીણો, નદી,સરોવરો માં તંત્રજ્ઞો, સાધુ,સાધકો,અઘોરીઓ,નાગપંથ,વિગેરે સાધકો વસતા હોય છે તેમને કામરુપ્રદેશ ના સાધકો તરીકે ઓળખાય છે, જે પોતાના અને જગતના કલ્યાણ અર્થે સાધના કરતા હોય છે, આવા એક નેપાળી સાધુના જણાવ્યા મુજબ નાગચદ્રા ની લાકડી મળવી બહુજ દુર્લભ છે,તેનું વૃક્ષ લીલું છમ હોય છે. તેમાં કેટલીક ડાળખી ઓ સુકાઈ જાય છે. તે ડાળખી ઉપર મહદઅંશે નાગ- નાગણ નું જોડું -વૃક્ષની સુગંધ અને થન્ડક ના કારણે નિવાસ કરે છે.અને આ ડાળી પણ ઘણીજ મુલાયમ હોય છે. જ્યારે સુકાઈ ગયેલ ડાળી ઉપર નાગ-નાગણનું જોડું એક બીજા સાથે ડાળખી સાથે વિટડાઇ જાય છે,(આ ડાળખી એટળી મજબુત હોય છે કે અન્ય કોઈ વૃક્ષ ની ડાળી હોય તો તૂટી જાય પણ આ ડાળી ઘણીજ મજબુત હોય છે.જેથી કંઈજ અસર થતી નથી)જ્યારે મૈથુન રત બને છે,ત્યારે તેની બન્ને પુછડીઓ લાકડીની જેમ તંગ થઈ જાય છે. અને સ્ખલન ની પ્રરાકાષ્ટા એ પહોંચે છે અને એકાદ વીર્યનું ટીપું આ મુલાયમ ડાળી ઉપર પડે છે,તો આ ડાળી "નાગચંદ્રા" બની જાય છે. આ ડાળી એવા પ્રકારની બની જાય છે કે તેનો રંગ કથ્થઈ થઈ જાય છે. અને તેના પર કોઈ પણ પ્રકારની છાલ હોતી નથી,પહેલેથીજ આ ડાળખીઓ ઉપર છાલ હોતી નથી.મતલબ કે ડાળી સુકાતાં છાલ ખરી પડે છે. જંગલો માં ફરી ફરી ને ખૂબ પરિશ્રમ કરીનેજ આ લાકડી-દન્ડ મળે છે. નેપાળી સાધુના જણાવ્યા મુજબ આવી લાકડી જંગલ માં રહેતા સાધુ,સંત,મહન્ત,અને સાધકો પાસે હોય છે,
                   આ લાકડી ઘણીજ ચમત્કારિક હોય છે,આ લાકડી નેપાળની નજીકના જંગલોમાં એક તાંત્રિક સાધુ  પાસે લાકડાનો લગભગ સવા ફૂટ જેટલો દન્ડ મેં જોયો તેને કહ્યું કે આ "નાગચદ્રા દન્ડ "  જડીબુટ્ટી છે,આ દન્ડ ઘણોજ મુલાયમ ને ચળકતો દેખાયો-તે રંગે કથ્થઈ હતો,આ લાકડી-(દન્ડ) જયારે મારા માથા પર અડકાડી તો શરીર માં અજબની કોઈ શક્તિ આવી હોય તેવો અનુભવ થયો. અને શરીર પ્રફુલ્લિત થઈ ગયું,તે મેં પ્રથમવાર પ્રત્યક્ષ ચમત્કારનો અનુભવ થયો,સાથે-સાથે તેને  એક તાંબા ના પાણીવાળા પાત્રમાં દન્ડ ને શ્પર્સ કરાવતા ગોળ-ગોળ ભમરીઓ-વર્તુળો થતા જોવા મળ્યા, જાણેકે તરંગો ઉત્પંન્ન થતા હોય- ને પાણી ઉકળતું હોય.
                    કહેવાય છે કે મંત્ર-તંત્ર -યંત્ર વિદ્યા ની સામગ્રી માં આ "નાગચદ્રા"રાખવામાં આવે તો ભગવાન શિવ -પાર્વતી પ્રસન્ન અને છે.તમામ પ્રકારના ઝેરી જાનવર નાગ,સાપ,હડકાયા કૂતરાને વશ કરી શકાય છે.આ લાકડી તંત્ર સાધકો પાસે હોય છે,તેઓ ભંયકર ગાઢજંગલો, નદી,સરોવર,જંગલની ખીણો, સરોવરો જેવા એકાંત સ્થળોમાં રાત્રે નિર્ભયપણે સુઈ રહે છે, તેમને કોઈ પણ પ્રકારની ભય રહેતો નથી. આ એક ચમત્કાર છે,કે જેને લીધે કોઈ ઝેરી જાનવર અથવા કોઈ હિંસક પશુ- ,પક્ષી વિગેરે કંઈજ નુકસાન થતું નથી.
                     આ "નાગચદ્રા દન્ડ"ભગવાન શિવ ને ઘણુંજ પ્રિય છે, તેમજ તેને રાખવવાળો સિદ્ધ પુરુષ ભગવાન શિવ સમાન ગણાય છે. જેની પાસે હોય તે ને સર્પદશ થતો નથી, ભંયકર ઝેરી  સાપ-નાગ વિગેરે પકડી શકે છે. તેમાં એવો પાવર છેકે  ઝેરી નાગ- સાપ  વિગેરે કદીપણ દંશ મારે નહિ,દન્ડ ના સ્પર્શ થી એકદમ એક દમ શાંત થઈ જાય છે. કહેવાય છે કે જેને ઝેરી જાનવર કરડયું હોય ને તે લાકડી કરડનાર વ્યક્તિ ઉપર સ્પર્શ કરવામાં આવે તો તુર્તજ સાજો થઈ જાય છે, બધુજ ઝેર ઉતરી જાય છે.
                    આ "नागचद्रा दण्ड" ને કોઈ વિધિ-વિધાન કે  मन्त्र-तंत्र થી સિદ્ધ કરવા ની જરૂર નથી, કોઈ ભાગ્યશાળી વ્યક્તિનેજ આવી વસ્તુ પ્રાપ્ત  થઈ શકે છે. સર્વજ્ઞ બની શકે છે.
                           ll મંગલ ભવતું ll
                                                                    *Vadhu( લેખ ક્રમશ:)
********************************************** મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય, મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન,ગૂઢવિદ્યા,Mo:- 94260 25175.**************************************************

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.