ll સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રીમંત્ર પ્રયોગો ll

               સુખ-સમૃદ્ધિ -શાંતિ માટે વિવિધ દેવ -દેવી ના ગાયત્રી મંત્રનો જીવનમાં ઉપયોગ કરવામાં આવેતો જીવનમાં પડતા કષ્ટ-દુઃખો નું નિવારણ અવશ્ય થાય છે.
                શાસ્ત્ર આધારિત મંત્ર નો પ્રયોગ શરૂ કરતાં પહેલાં પ્રથમ વહેલી સવારે સ્નાનાદિકથી પરવારી સ્વચ્છ પીળા વસ્ત્ર ધારણ કરી દર્ભ અગર ઉંન ના આસન પર પૂર્વ દિશા તરફ  મુખ રાખી બેસવું.
                જે તે દેવ - દેવી  ફોટા કે યંત્ર પર ચંદન નું તિલક કરવું,કુમ કુમ,ચંદન, કે હળદરથી રંગેલા અક્ષત-ચોખા ચડાવવા.પુષ્પ ચડાવવા,શુદ્ધ ગાયના ઘી નો દીવો,અગરબત્તી ,ધૂપ કરવા.
                દરરોજ સવારે 108 વખત નીચે જણાવેલ ગાયત્રી મંત્ર નો જાપ કરવો.મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં "ૐ ગમ્ ગણપતયે નમઃ" નો 5 વાર મંત્ર બોલવો.

ll ગાયત્રી મંત્ર ના વિવિધ પ્રકારો ll

(૧)બ્રહ્મ ગાયત્રી મંત્ર:-
ll ૐ તત્સવિતું-વરેણયમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોનઃ પ્રચોદયાત ll
         બહ્મદેવ ના આશીર્વાદ મળે છે. જીવનું કલ્યાણ થાય છે
(૨)વિષ્ણુ ગાયત્રી મંત્ર:-
ll ૐ તત્પુરુસાય વિદમહે વસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ll
          સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.
(૩)શિવ ગાયત્રી મંત્ર:-
ll ૐ તત્પુરૂષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રૂદ્ર પ્રચોદયાત ll
         ભગવાન શિવના આશીર્વાદથી રિદ્ધિ -સિદ્ધિ અને જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે
(૪)શ્રીકૃષ્ણ ગાયત્રી મંત્ર:-
ll ૐ દેવકીનંદનાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત ll
         ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી  મનોકામના પૂર્ણ થાય અને મોક્ષની પ્રાપ્તિ  થાય છે.
(૫)શ્રી રામ ગાયત્રી મંત્ર:-
ll ૐ દશરથાય વિદમહે સિતાવરાય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત ll
           તમામ પ્રકાર ની સુખ-ની પ્રાપ્તિ અને  અંતે   મોક્ષ મળશે.
(૬)લક્ષમણ ગાયત્રી મંત્ર:-
ll ૐ દશરથાય વિદમહે ઉર્મિલેશાય ધીમહિ તન્નો લક્ષમણ પ્રચોદયાત ll
            કાર્યસિદ્ધિ થાય છે.
(૭)હનુમાન ગાયત્રી મંત્ર:-
ll ૐ અંજનીજાય વિદમહે વાયુપુત્રાય ધીમહિ તન્નો ધીર: પ્રચોદયાત ll
             અતિ મહત્વ ના કામે જવાનું થાય ત્યારે મંત્ર બોલવો.
(૮) શ્રીતુલસી ગાયત્રી મંત્ર:-
ll ૐ તુલસીપત્રોયે વિદમહે વિષ્ણુ પ્રિયાયે ધીમહિ તન્નો વૃન્દા પ્રચોદયાત ll
              તુલસી ક્યારે પાણી રેડતા મંત્ર બોલવો,
(૯)શ્રી ગરૂડજી ગાયત્રી મંત્ર:-
ll ૐ તત્પુરુષાય વિદમહે સ્વર્ણપક્ષાય ધીમહિ તન્નો ગરૂડ પ્રચોદયાત ll
               બહાર ગામ પ્રયાણ કરતી વખતે બોલવો.
     
                                          ક્રમશ----હવે પછી..........
---------------------------------------------------–---------------
                                     *મોહનભાઇ , જ્યોતિષાચાર્ય મો:- ૯૪૨૬૦૨૫૧૭૫.----------------------------------------------------


Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો. ll